body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 24 જાન્યુઆરી, 2022

શી રીતે લેખી શકું તારી સના યા ફાતેમા

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શી રીતે લેખી શકું તારી સના યા ફાતેમા,

શાન તારી વર્ણવે જ્યાં ખુદ ખુદા યા ફાતેમા.

 

તારી ચાદર છે નબુવ્વતની દવા યા ફાતેમા,

મેળવે છે ખુદ નબી જેમાં શીફા યા ફાતેમા.

 

ચાર તન ચાદર મહીં પહેચાન પામે આપથી,

મુસ્તફા ,શબ્બીરો શબ્બર મૂર્તઝા યા ફાતેમા.

 

આયએ તતહિરથી સાબિત થયું કંઈ કેટલું,

તૈયબા,ઝહરા છે તું છે તાહીરા યા ફાતેમા.

 

તા કયામત આલ એહમદની સદા બાકી રહી,

સુરએ કૌસરના જોયા મોઅજીઝા યા ફાતેમા.

 

કોક દિ દરજી બની આવે કદી સાઈલ બની,

આપના દર પર મલક સૌ અર્શના યા ફાતેમા.


મોમીન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા