body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 26 ઑક્ટોબર, 2023

મદહે અસ્કરી કરીએ

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


હસનના જન્મનો જલસો ગલી ગલી કરીએ,

ચલો મલંગો ચલો મદહે અસ્કરી કરીએ.

 

ફરિશ્તા જેના ઘરે માંગે નોકરીનો શરફ,

છે અમને ગર્વ અમે એની નોકરી કરીએ.

 

ઇમામ મહદી હો રાજી સુણીને ઝિક્રે હસન,

આ ઝિક્ર એની ખુશીમાં ખુશી ખુશી કરીએ.

 

હજારો ફિક્રના શહેરોની હો તલાશ તો ચલ,

આ મારેફતની ધરા પર મુસાફરી કરીએ.

 

આ આંખ ઝંખે છે દીદાર તારા દીકરાના,

કહો પ્રતિક્ષા અમે એની ક્યાં સુધી કરીએ ?

 

શહિદ થઈને હસનની વિલામાં અય દુનિયા,

મરણનો ડર શું અમે મોત, જિંદગી કરીએ. 

 

દિલોના ભેદને જાણે છે સૌની હાજત તું,

નથી જરૂર કે હર માંગ બોલતી કરીએ.

 

બુલાવી લેજો આ નોકરને સામરા મૌલા,

નસીબ ચમકે જો રોઝામાં હાજરી કરીએ.

 

મળે છે ભીખમાં શબ્દો હસન તરફથી 'કલીમ',

શું હેસિયત છે અમારી કે શાયરી કરીએ.

 

"કલીમ" મોમિન વલેટવા.