بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
વિલાદતનો મોકો છે, ખુશીઓ મનાવી રહ્યા છે જો શીઆ ઇમામે રઝાના
રઝાએ ઇલાહી જો થઈ જાય મુજ પર લખું હું કસીદા ઇમામે રઝાના
જો અગિયાર ઝિલ્કાદ આવી ગઈ છે, જમાનાના ત્રીજા અલીનો જનમ છે
જરૂર આજે હાજર હશે આસ્તાને, ઇમામે ઝમાના ઇમામે રઝાના
પરિચય મને પૂછ ના એમનો તું! સમયના અલી એ, સમયના મોહંમદ
જો બેટો મોહંમદ, તો વાલિદ છે મૂસા ને જાફર છે દાદા ઇમામે રિઝાના
ગગનના ફરિશ્તાઓ દરવાજે જેના ઉતરવાને મેઅરાજ માની રહ્યા છે
સમજવાના શું ફર્શવાળા કદી પણ ફઝીલત ને રૂત્બા ઇમામે રઝાના
અલી જેમ એ ઇલ્મનો છે ખજાનો, અને વારસાગત વિલાયત મળી છે,
હતું ઓછું ભોજન, હતું સાદું જીવન,
હતા કપડાં સાદા ઇમામે રઝાના
રિઝા એ હતા કે, હતા દુશ્મનો પણ,
બધા એમના વાણી વર્તનથી રાજી
ન ઇન્સાન પર ફક્ત, હૈવાન પર પણ,
કરમ ન્હોતા ઓછા ઇમામે રઝાના
જો દરબારમાં એ પધારે તો મામૂન મન મારીને પણ ઉભો થઈ જતો'તો
અને આપમેળે જ ઊંચકાતા પડદા, નિહાળીને જલ્વા ઇમામે રઝાના
લઈ નામ મૌલા રિઝાનું આ બાજુમાં બાંધ્યો છે નાનકડા કપડાંમાં
સિક્કો
સફર મારા નામે ભલે થઈ ગઈ પણ, છે મંઝિલ ને રસ્તા ઇમામે રઝાના
કદી કોઈ સંસ્કૃતમાં શ્લોક પૂછે, કોઈ ફારસી કોઈ તુર્કીમાં બોલે
છે સઘળી ય ભાષામાં મશ્હૂર આજે, ફસાહતના કિસ્સા ઇમામે રઝાના
ખુદાની એ હુજ્જતની સામે કોઈ લઈને આવે જો હાજત કરી દે એ પૂરી
ખુદાના હર એક મૂલ્કના છે એ માલિક છે હર એક ખજાના ઈમામે
રઝાના
શિફાનું સહન છે, અતાનું એ દર છે, કદી કોઈ ત્યાંથી ન માયુસ આવ્યો
જે મશહદનો ઝાઇર થયો એને કાયમ મળ્યા છે સહારા ઈમામે રઝાના.
'કલીમે' કદી હશ્રનો ડર ન રાખ્યો, કે એને બતાવી દીધું દાઅબલે ખુદ
બન્યા છે એ જન્નતના પરવાના સઘળા, લખ્યા જે જે મિસરા ઇમામે રઝાના