body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 11 ડિસેમ્બર, 2024

ઝહરા

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

આ ફઝીલત ન કોઈની છે ખરેખર ઝહરા,

આપ છો આપ ફકત બાપની માદર ઝહરા.

 

વાસ્તો આપને શબ્બીરના ઝૂલાનો છે

ફિક્રને મારી નવા આપી દો શેહપર ઝહરા

 

મહેફિલે આવી મલક બેઠા છે મદહોશ બની,

આપની મદ્હનું છાંટયું જો મેં અત્તર ઝહરા.

 

હશ્રના તાપમાં બસ છાંયડો દેજો મુજને

હું નથી માંગતો બીજું કશું વળતર ઝહરા.

 

દિલ મહીં આપના શૌહરની વિલાયત છે તો,

દીન-દુનિયામાં અનોખો છું તવંગર ઝહરા.

 

આપ મેહરાબે ઇબાદતમાં ઉભા થાએ તો,

રોશની ફેલે મદીનાના ઘરે ઘર ઝહરા

 

સાતસો વર્ષોથી એક નૂર મળે છે અમને

આપની આલથી જે મેળવ્યા રહબર ઝહરા.

 

આવીને આંગણું સલમાનની માફક વાળું,

હાજરી મારી કરો આપના દર પર ઝહરા.

 

બેજુબાન આપના બેશીરની એ બરકત છે,

હા ભરેલા છે અનાજોથી જે ખેતર ઝહરા.

 

હશ્રમાં આટલું કાફી છે શફાઅત માટે

આ "કલીમ" આપના ઘરનો છે સનાગર ઝહરા