body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2024

ના'ત લખીએ

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


હબીબે કિબ્રિયાની વાત લખીએ

ચલો ભેગા મળીને ના'ત લખીએ

 

ગણાશે મુસ્તફાની મદ્હમાં એ

ચલો કુરઆનની આયાત લખીએ

 

 જીવે આ કોમ પણ સીરત નબીની,

કહ્યું પીરે ચલો દીનિયાત લખીએ.

 

 નબીના 'ઉમ્મી' હોવાને જે સમજ્યો

બસ એવા શખ્સને નિષ્ણાત લખીએ

 

જો કહીએ ચાંદ એના શુભ વદનને

તો એની ઝુલ્ફને મધરાત* લખીએ.

 

 મોહંમદના પિસરનું મન છે રાહિબ!

તો લે તારા ય દીકરા સાત લખીએ

 

કહે છે જે કોઈ અહેમદને અબતર

એ મુજરિમ પર ખુદાની ઘાત લખીએ

 

મોહંમદની આ દીકરીને શું લખીએ?

કહો, અલ્લાહની સોગાત લખીએ

 

અને ભાઈને એના શું લખીશું?

ચલો અલ્લાહની તાકાત લખીએ

 

એ મૌખિક એને અબ્તર કહેશે, એની

અમે કુરઆનમાં ઔકાત લખીએ

 

મોહંમદ મુસ્તફાથી લઈને ફાઇઝ

મદીનાથી લઈ ગુજરાત લખીએ

 

હૃદયપૃષ્ઠે સ્મરણ અહેમદનું રાખી

વલીએ અસ્ર કેરી ઝાત લખીએ

 

હરેક દુશ્મન નબીનો થરથરે છે

અલીની જંગની જ્યાં વાત લખીએ

 

 ફઝીલતની પરાકાષ્ઠાની વાતો

નબીના નામની પશ્ચાત લખીએ

 

 નબીના ધૈર્યનું વર્ણન છે મક્સદ

જો લખીએ તો પછી ઉત્પાત લખીએ

 

મોહંમદ નુરે અવ્વલ છે પછી તો

ચલો શરૂઆતની શરૂઆત લખીએ

 

ખુલાસો લો હું "તબ્બત"નો કરી દઉં

લહબના બાપને કમજાત લખીએ.

 

કલીમ-અતા-અલીફ-અકીબ

સલ્લલ્લાહો અલયહે વસલ્લમ

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

નાત લખું અય ખાલીકે અકબર,સલ્લલ્લાહો અલયહે વસલ્લમ

મૌલા કર ઇલ્હામની ઝરમર,સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.

 

કુદરત રબની નાત પઢે છે, હૂરો મલક સલવાત પઢે છે,

બોલે સૌ સહેરા ને સમંદર, સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.

 

કુદરત એના કબજામાં છે,એની કરામતનું શુ કહેવું?

કલમો પઢે છે હાથમાં કંકર, સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.

 

જોઈ લો એના એક ઈશારે,ચાંદ બે ટુકડા થઈને આવે,

આકાશેથી આવે ધરા પર, સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.

 

અબતર કહેનારા અય અબતર, પઢ તું જરા કુરઆનના અક્ષર,

    ઇન્ના આઅતયના કલ કૌસર, સલ્લલ્લાહો અલયહે વસલ્લમ. 

રસૂલે અકરમનો

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ઇસ્લામને જીવન આપે છે ઉપકાર રસૂલે અકરમનો,

સંસારને માટે વાજીબ છે આધાર રસૂલે અકરમનો.

 

જીબ્રિલ, અબુઝર બેઠા છે,સલમાન, બિલાલ મુઅજજીન છે,

ભરપૂર છે શાનો શૌક્તથી દરબાર રસૂલે અકરમનો.

 

શબ્બીરનું એમાં રક્ત ભળ્યું,હરીયાળી હસનથી છે કાયમ,

ઝહરાને અલીથી ખીલ્યો છે ગુલઝાર રસૂલે અકરમનો.

 

બે નૂરના એણે ભાગ કર્યા,ને ખુદના ચીતર્યા,

એના રંગથી અલ્લાહે કીધો શણગાર રસૂલે અકરમનો.

 

અખલાક ને જોહદ તકવાના જે જામને પી તરબોળ રહ્યો,

કૌસરના કિનારે પહોંચી જશે મયખ્વાર રસૂલે અકરમનો

 

દીદાર ખુદાના થઇ જાએ, મેઅરાજને પામી લે બેશક,

જીવનમાં ઉતારે જે મોમિન કિરદાર રસૂલે અકરમનો

સના મુસ્તફાની

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

મળે ના કોઈ વિશ્વમાં જેનો સાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની,

જે સર્વે જગત પર છે રહમત ખુદાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની.

 

મુઝમ્મિલ, મુદસ્સિર ને યાસીન તાહા, ખુદાએ અનોખા લકબથી નવાજ્યા,

ન એના સમો કોઈ દુનિયામાં જ્ઞાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની.

 

સવા લાખ નબીઓ ન પામી શક્યા જે, ખુદાના તરફથી એ રુત્બા મળ્યા છે,

સફર જેણે કીધી હતી આસમાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની.

 

વહીના વગર જે કદી પણ ન બોલે,  રહસ્યો શરીઅત, તરીકતના ખોલે,

છે આદમથી પહેલાની એની કહાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની.

 

કદી પત્થરો એના ચરણોને ચૂમે, કદી કાંકરા એનો કલમો પઢી લે,

નવાઈ નથી એના કઈં મોઅજિઝાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની.

 

બધા સર્જનો, ચાંદ, તારા, નજારા, ગગન, જંગલો ને ધરા, મેઘ ધારા,

ખુદાની મોહબ્બતની છે આ નિશાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની.

 

નબીની પથારી ઉપર સોડ તાણી, સવારે ખુલી એવી આંખો મીંચાણી

અલીને મજા આવી ગઈ ઊંઘવાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની.

 

મોહંમદનો આશિક, મને શેની ચિંતા? કલીમે કરી દીધી એની વ્યવસ્થા,

શફાઅતમાં આ નાત આગળ થવાની, ખુદા બાદ સઘળી સના મુસ્તફાની.