بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ
الرَّحِيْمِ
નાત લખું અય
ખાલીકે અકબર,સલ્લલ્લાહો અલયહે વસલ્લમ
મૌલા કર
ઇલ્હામની ઝરમર,સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.
કુદરત રબની
નાત પઢે છે,
હૂરો મલક સલવાત પઢે છે,
બોલે સૌ સહેરા
ને સમંદર,
સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.
કુદરત એના
કબજામાં છે,એની કરામતનું શુ કહેવું?
કલમો પઢે છે
હાથમાં કંકર,
સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.
જોઈ લો એના એક
ઈશારે,ચાંદ બે ટુકડા થઈને આવે,
આકાશેથી આવે
ધરા પર,
સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.
અબતર કહેનારા
અય અબતર,
પઢ તું જરા કુરઆનના અક્ષર,
ઇન્ના આઅતયના કલ કૌસર, સલ્લલ્લાહો અલયહે વસલ્લમ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો