بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
આજ રેહલત છે મુજાહિદ
પીરની સંસારથી,
એક કળી જઈને મળી
છે હૈદરી ગુલઝારથી.
આંચકો દઈ ગઈ મુરીદોને
સખત તારી વફાત,
હર નયન છલકી ઉઠ્યાં
છે આજ ગમના ભારથી.
રહમતો દેતો હતો
રબ તારા કહેવાથી સદા,
શું નથી પામ્યું
જમાતે આપના એ દ્વારથી.
એ રીતે કીધી જમાઅતની
હિદાયત સર્વદા,
હર હૃદયના તાર
જોડાયા હૃદયના તારથી.
ચાલતા કીધા મુરીદોને
સિરાતે મુસ્તકીમ,
રહેશે ઋણી મોમિનો
સૌ તારા આ ઉપકારથી.
કેટલા ભટકેલ હુરોને
તેં દીધી જિંદગી,
નૂર તક લાવી દીધા
તેં એ બધાને નારથી.
આપની દીનિયાત ને
તફ્સીર શી રીતે ભૂલાય ?
ગૂઢ વાતો દીનની
સમજાવતા'તા પ્યારથી.
મોમિનો શું કૌમ
સઘળી અંજલિ અર્પે તને,
સૌના દિલ જીતી
લીધા તેં હૈદરી કિરદારથી.
પુસ્તકાલય, મક્તબા દીધું શિફાખાના દીધું,
કેટલા સધ્ધર બન્યા
સૌ આપના આધારથી.
ચૌદ માઅસૂમીનને
મળવા મુજાહિદ પીર પણ,
જન્નતી દરબાર ચાલ્યા
જાફરી દરબારથી.
એ હિદાયતના ચિરાગો
રોશની દેશે "કલીમ",
એટલે કંઈ ડર નથી
રહેતો મને અંધારથી.
પીર સૈયદ મોહંમદ મુજાહિદહુસૈન બાવા સાહેબ (રહ.)
વિલાદત: ૧૨ સફર ૧૩૯૨ / ૨૮-૦૩-૧૯૭૨ મંગળવાર, ધોળકા
વફાત: ૧૩ ઝિલ્કાદ ૧૪૪૩ / ૧૩-૦૬-૨૦૨૨ મંગળવાર, સિધ્ધપુર
(વય (ઉંમર): ૫૦ વર્ષ ૨ મહિના ૧૭ દિવસ)
હાજરપીર વખતે સમયગાળો:
આપ નામદાર હાજરપીર તરીકે મોમિન જમાઅતને ૧૯/૧/૨૦૦૬ થી ૧૩/૬/૨૦૨૨ સુધી એટલે કે ૧૬ વર્ષ, ૪ મહિના અને ૨૭ દિવસ સુધી હિદાયત કરી હતી..
ખાદિમહુસૈન "કલીમ"- મોમિન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો