body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2022

તસ્વીર સકીના

 

મા ફાતેમા ઝહરાની તું તસ્વીર સકીના,

શબ્બીરનું દિલ, આંખની તન્વીર સકીના.

 

ખુશહાલ છે શબ્બીરનું ઘર તારા જનમથી,

મિદહત કરે છે આયતે તત્હીર સકીના.

 

માસૂમા ને ઝૈનબ અને કુલસૂમ રૂકૈયા,

સરવરના પરિવારની તૌકીર સકીના.

 

આપે છે દુઆ, ઝૈનબો-કુલસૂમ બલા લે,

'ને શુક્રના સજ્દામાં છે શબ્બીર સકીના.

 

છે સબ્રનું કુરઆન હુસૈન ઇબ્ને અલી તો,

એ સબ્રના કુરઆનની તફ્સીર સકીના.

 

અબ્બાસ ઝૂકી જાય છે તાઝીમને માટે,

છે તારા એ કિરદારની તાસીર સકીના.

 

 

તોલે નહીં આવે કદી કુલ નબીઓની ધીરજ,

કરબલમાં ધરી'તી તેં અજબ ધીર સકીના.

 

ઇસ્મતની કસમ સૂરએ કૌસરની કડી તું,

કબ્જામાં રહી કૌસરી જાગીર સકીના!

 

બેચેન પઢે એના હૃદયને મળે ઠંડક,

તુજ નામમાં એવી રહી તાસીર સકીના.

 

વેઠીને તરસ આપે અતા કીધી અમરતા,

પ્યાસાઓની ટુકડીના રહ્યા મીર સકીના.

 

શબ્બીરની શહેઝાદી! "કલીમ" આપથી ઝંખે,

"મુફ્લિસ છું બનાવો તમે તક્દીર સકીના."


ખાદીમહુસૈન "કલીમ" મોમિન- વલેટવા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો