body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 3 ફેબ્રુઆરી, 2022

ઈલ્મનું આસમાન છે બાકિર

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


ઈલ્મનું આસમાન છે બાકિર

ને ઇમામતની શાન છે બાકિર.

 

નાના, દાદા, પિતાને પુત્ર ઇમામ

અલવિયતનું નિશાન છે બાકિર.

 

કુન્નીયત એમની અબૂ જાફર,

અઝમતોનું જહાન છે બાકિર.

 

ઇલ્મ એનાથી થઈ ગયું રોશન,

ઇલ્મની આન-બાન છે બાકિર.

 

મુસ્તફા જેવી એની સીરત છે,

ને અલીના સમાન છે બાકિર.

 

ખુદ નબી એને મોકલે છે સલામ,

હક છે, હકનું વિધાન છે બાકિર.

 

મુર્તઝા છે જો આંખ અલ્લાહની,

તો એ આંખોનું ધ્યાન છે બાકિર.

 

દીનને જેણે આપ્યું નવજીવન,

આપનું ખાનદાન છે બાકિર.

 

 

શામ,કુફા છે કરબલા શાહિદ

દુઃખ ભરી દાસ્તાન છે બાકિર.

 

હશ્રમાં બક્ષજો "કલીમ"ને પણ,

આપનો મદહખ્વાન છે બાકિર.


ખાદીમહુસૈન "કલીમ" મોમિન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો