body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2022

પીરની સંસારથી

 

આજ રેહલત છે મુશાહીદ પીરની સંસારથી,

જન્નતી  દરબાર ચાલ્યા જાફરી દરબારથી.

 

આંચકો દઈ ગઈ મુરીદોને સખત તારી વફાત,

હર નયન છલકી ઊઠ્યાં છે આજ ગમના ભારથી.

 

રેહમતો દેતો હતો રબ તારા કહેવાથી સદા,

શું નથી પામ્યું જમાતે આપના એ ઘ્વારથી.

 

તેં જમાઅત પાસ માંગી એકતાની ભેટ તો,

હર હદયના તાર જોડાયા હદયના તારથી.

 

ચાલતા કીધા મુરીદોને સીરાતે મુસ્તકીમ,

રહેશે ઋણી મોમિનો સૌ આપના ઉપકારથી.

 

કેટલા ભટકેલ હુરોને તેં દીધી જિંદગી,

નૂર તક લાવી દીધા તેં એ બધાને નારથી.


ખાદીમહુસૈન "કલીમ" મોમિન- વલેટવા તરીકત

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો