بِسْمِ
اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ઇલ્મનું બોલતું કુરઆન મોહંમદ બાકિર,
શાનમાં લૂઅલુઓ મરજાન મોહંમદ બાકિર.
હાશમી ફાતમી અલ્વી ને હુસૈની હસની
છે ફકત આપની આ શાન મોહંમદ બાકિર
ઇલ્મ કાયમ છે જમાનામાં કરમથી એના
છે બધા દૌર પર એહસાન મોહંમદ બાકિર.
કેમ કલમો ન પઢે આપને જોઈ રાહિબ
આપ છો દીનના સુલતાન મોહંમદ બાકિર.
એ ફસાહત ને બલાગતમાં અલી છે બિલકુલ,
ને મોહંમદની છે પહેચાન મોહંમદ બાકિર.
એ સદા જ્ઞાનથી અળગા ને વિખુટા રહેશે,
આપથી જે રહ્યા અંજાન મોહંમદ બાકિર.
ઇલ્મની ગૂંચના એવા છે નિવેળા કાઢ્યા
આખી કોનૈન છે હેરાન મોહંમદ બાકિર.
સબ્ર ને શુક્ર, સખાવત ને સિલેરહમી પણ
આપના ગાય છે ગુણગાન મોહંમદ બાકિર.
મિસ્કીનો મુફલિસ બેવાઓ યતીમો ઉપર
આપ કાયમ છો મહેરબાન મોહંમદ બાકિર.
આપના વારિસો ફેલાવે જગે ઇલ્મ આજે
આપનું મેહેર ગુલિસ્તાન મોહંમદ બાકિર.
આ "કલીમ" આપથી બક્ષિસની સનદ પામી લે
આટલું રાખે છે અરમાન મોહંમદ બાકિર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો