بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
પીરનો દામન પકડ
તો પંજેતન પામી જશે,
હકનો હામી થઈ જશે
હકનાં રતન પામી જશે.
જિંદગી છે ગોર
અંધારી સમજ રેહબર વિના,
ચલ તરીકતના તું
પંથે નવજીવન પામી જશે.
દુન્યવી જંજાળ
પડતી મૂક ને દીનિયાત પઢ,
હિકમતોના શુદ્ધ
સોનેરી સુખન પામી જશે.
માર ડુબકી થઈ જશે
તું માઅરેફતનો મરજીવો,
ઇલ્મ સાગરમાંથી
મોંઘેરા રતન પામી જશે.
એ બતાવે રાહ પર
તું ચાલ,
બિસ્મિલ્લાહ કહી,
પંજેતનના ઘરથી, અલ્લાહનું સદન પામી જશે.
કેમ મોમિન કોમમાં
સર્જન થયું તારું ભલા?
કર તું મુરશિદની
હિદાયત પર મનન,
પામી જશે.
આખેરત પર આંખ ધર
બસ એ જ આગળ આવશે,
આખેરત પામી તો
દુનિયાનું નમન પામી જશે.
ચૌદ પીરોની હિદાયતને
અમલમાં લાવ તું,
આ સકળ સંસાર શું
ચૌદે ભુવન પામી જશે.
ભલભલા ભૂલા પડ્યા, ભટકી ગયા છે અય "કલીમ",
રાખ રેહબરથી લગન, રબનાં જતન પામી જશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો