body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2023

જઝાકલ્લાહ

 

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

અઝાદારો! મોહર્રમની આ ખિદમતને જઝાકલ્લાહ,

નિખાલસ દિલથી જે કીધી એ નિય્યતને જઝાકલ્લાહ.

 

તમે પ્યાસાના નામે પાણી પીવડાવ્યું, જમણ કીધું,

મોહંમદના નવાસાથી મહોબ્બતને જઝાકલ્લાહ.

 

અઝાદારી હુસૈન ઇબ્ને-અલીની જેણે શીખવાડી,

અલીના પ્યારા પીરોની હિદાયતને જઝાકલ્લાહ.

 

દિવસ 'ને રાત જેણે કોમ માટે જીંદગી ખર્ચી,

મુજાહિદ પીરની અનમોલ મહેનતને જઝાકલ્લાહ.

 

કમાણી જેણે ખર્ચી ફાતેમાના લાલને નામે,

અઝાદારો તમારી એ સખાવતને જઝાકલ્લાહ.

 

ઉઠ્યા પરચમને માટે તો કદી ઊંચા છે માતમમાં,

એ માતમદારના હાથોની હરકતને જઝાકલ્લાહ.

 

હુસૈની ઝાઇરોને હર કદમ રાહત મળી હર દમ,

હર એક ખાદિમની એ નિ:સ્વાર્થ ખિદમતને જઝાકલ્લાહ.

 

રડ્યા જે શાહના ગમમાં, હૃદય પીગળી ગયાં જેનાં,

એ આંખોને જઝાકલ્લાહ, બસીરતને જઝાકલ્લાહ.

 

લખી નૌહા 'ને ખુત્બા, મરસિયા જેહાદ જે કીધી,

હર એક ઝાકિરના દિલની એ અકીદતને જઝાકલ્લાહ.

 

અદા કીધા જે હક્કુલ્લાહ, હક્કુન્નાસ, હક્કુન્નફ્સ,

સદા કીધી છે જે હકની હિમાયતને જઝાકલ્લાહ.

 

"કલીમ" મોહતાજ છે દુનિયા તને શું દઈ શકે આખર?

ઇમામોના વસીલે, તારી મિદહતને જઝાકલ્લાહ.

 

"કલીમ" મોમિન વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો