body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 14 ફેબ્રુઆરી, 2024

મુશાહિદ જાફરી

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


જાફરી છે આપનો શજરો મુશાહિદ જાફરી

ઉચ્ચતમ છે આપનો રૂત્બો મુશાહિદ જાફરી

નામ લખતાં એ રીતે જાણે કે લખતાં લોહ પર,

આપનો ક્યાં ક્યાં નથી કબ્જો મુશાહિદ જાફરી.

આપીને પ્યાલો તરીકત ને હકીકતનો તમે,

જામ અલીના ઈશ્કનો રેડ્યો મુશાહિદ જાફરી

મેહેરબાવા સાંભળી બોલી ઉઠ્યા જુગ જુગ જિયો,

ઝિક્ર જો મેં આપનો છેડ્યો મુશાહિદ જાફરી.

લાગશે શું તાપ અમને હશ્રના મેદાનમાં,

આપના ઝંડાનો છે સાયો મુશાહિદ જાફરી

કેટલા નર નારને ઔલાદની આપી મતા

કોઈ ના ખાલી રહ્યો ખોળો મુશાહિદ જાફરી

જઈને ગામે ગામ આપે રહબરી કીધી સતત,

રંગ મોમિન કોમનો બદલ્યો મુશાહિદ જાફરી

આપની તુરબતની તખ્તી દે ગવાહી આજ પણ

હર નમાઝીનો તમે મોભો મુશાહિદ જાફરી

મોમિનોમાં એકતાના ફૂલ જે મહેકાય છે,

આપની મહેનતનો છે સદકો મુશાહિદ જાફરી

આપ છો હાજર અહીં જાફરની સાથે છે યકીન

થઈ રહ્યો છે આપનો જલ્સો મુશાહિદ જાફરી

નામ આપેલું તમે બસ એટ્લે ખાદિમ હુસૈન

ઝાકિરે શબ્બીર છું નોખો મુશાહિદ જાફરી 

તૂર મારું આપ છો ને હું તમારો છું "કલીમ"

બસ નિહાળું આપનો જલ્વો મુશાહિદ જાફરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો