body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 14 ફેબ્રુઆરી, 2024

જાફરે સાદિક

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ઇલ્હામના સાગરથી મળે મોતી મજાના યા જાફરે સાદિક,

કહેવા છે હવે આપની મિદહતના કસીદા યા જાફરે સાદિક.

બુદ્ધિની હદો પૂર્ણ થશે,પણ ન સમજશે, સ્પર્શી નહીં શકશે,

છે દૂર ઘણી આપના એ ઈલ્મની સીમા, યા જાફરે સાદિક.

સાદિક હો કે માસૂમ હો એ સમજી શકે છે,સમજાવી શકે છે,

ઇન્સાન નહિ સમજી શકે આપના રુતબા, યા જાફરે સાદિક.

એ ફિકહ ફિલોસોફી ફિઝિક્સ હોય કે ભૂગોળ, કીધા તમે તરબોળ,

હર ઈલ્મના પરચમ છે રહ્યા આપથી ઊંચા યા જાફરે સાદિક.

આપી છે તમે જગને હર એક ઈલ્મની સોગાત,શીખવાડી બધી વાત

મકરુઝ છે બસ આપની  મકરૂઝ છે દુનિયા યા જાફરે સાદિક.

મકતબ જે તમે ખોલ્યા વહ્યા જ્ઞાનના દરિયા,એના જ છે સદકા,

ફેલાવે છે એ ઈલ્મ હવે આપના દીકરા યા જાફરે સાદિક.

આવી શું શકે કોઈ ભલા આપની તોલે ? બોલે તો શું બોલે ?

ચૂપચાપ મૂકી દે બધા હથિયારને હેઠા, યા જાફરે સાદિક.

જો આપની મહેફિલમાં કોઈ આપના દુશ્મન, આવીને ધરે મન

તો ખુદને ભૂલી તમને ફરિશ્તો છે એ સમજ્યા, યા જાફરે સાદિક

બાવીસમી રજબ માની હતી આપની મન્નત,પૂરી થઈ હાજત

હર કામ થયા પૂરા મળ્યા આપના સદકા, યા જાફરે સાદિક

ઝંખે છે 'કલીમ' આપથી બસ ઈલ્મની દોલત,પૂરી કરો હાજત,

અય જાબિરે હય્યાનના આકા અને મૌલા યા જાફરે સાદિક.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો