بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ
الرَّحِيْمِ
મન્કબત લખવી'તી મારે બાવફા અબ્બાસ પર
લઈને આવી શેઅર પરચમની હવા અબ્બાસ પર
છે વફાનો એક કાબા ને કરે એથી તવાફ
ચૌદ સદીઓથી ફિદા છે અલ્કમા અબ્બાસ પર
બાવફા,
કમરે-બની હાશિમ, અને અબ્દે-હુસૈન
આ બધા અલ્કાબ કેવળ શોભતા અબ્બાસ પર
શબ્બરે શબ્બીરને કીધું ઉતારી લો નજર
ચાંદની લાગે નજર ના આપણા અબ્બાસ પર
આખરી શ્વાસો સુધી "ભાઈ" નહીં, "આકા" કહ્યા
છે વફાદારીની સઘળી ઇન્તેહા અબ્બાસ પર
શેહની મરઝીથી ખસેડયા છે આ ખૈમા, શિમ્ર,
સુણ!
તારી મરજી ચાલશે ક્યારેય ના અબ્બાસ પર
દીન પર કુરબાન કીધા કરબલામાં હાથ બે
એના બદલે જન્નતોમાં લઈ ગયા અબ્બાસ, પર
નામ લેતા આપનું માસૂમ ઉભા થઈ ગયા
શું લખું બીજી હવે મદહો-સના અબ્બાસ પર
ઝૈનબો-કુલસૂમ સીવે ભાઈના જામા હવે
કેવા સુંદર લાગશે કપડાં નવાં અબ્બાસ પર!
મર્તબો અલ્લાહની નજદીક જોઈ એમનો
રશ્ક કરતા જાય છે સૌ ઔલિયા અબ્બાસ પર
અંબિયા શાને સલામી ના ભરે એ ઝાતની?
ગર્વ લે છે ખુદ જનાબે ફાતેમા અબ્બાસ પર
શામીઓ સામે રજઝ આજે પઢે છે જોશમાં
ફખ્ર કરતા કરતા શાહે કરબલા અબ્બાસ પર
ઇલ્મમાં કહીએ,
'દરે-ઇલ્મે-અલી' અબ્બાસને
જંગમાં શોભે તો કેવળ 'લાફતા' અબ્બાસ પર
શાહ પર કુરબાન થઈ પામી ગયા રબની રઝા
સૈયદા આજે તો ખૂબ જ ખુશ થયા અબ્બાસ પર
મોકલે છે હર ઘડી સલવાત હુબદારે-હુસૈન
બેસતા,
ઉઠતા, ને સૂતા, જાગતા અબ્બાસ પર
હાફિઝે-કુરઆન,
આલિમ, દીને-અહમદના
ફકીહ
તે સમયના આલિમો નિર્ભર હતા અબ્બાસ પર
એટલી શેહની ગુલામી પર,
ખુશી વધતી ગઈ
જેટલા વધતા ગયા કાયામાં ઘા અબ્બાસ પર
કોણ કોના પર પડ્યું છે?
અય નુસેરી બોલ તું!
બાવફા હૈદર ઉપર કે મુર્તઝા અબ્બાસ પર
કેમ ના હોય આપનો પંજો વિલાયતનું પ્રતીક?
હાથ છે દસ્તે-ખુદાનો બાખુદા અબ્બાસ પર
આ "અતા",
"ખાદિમ", "કલીમ",
"અકબર-અલિફ", "અબ્બાસ-અકીબ"
બાખુદા પાંચેવના છે જીવ ફિદા અબ્બાસ પર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો