بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ
الرَّحِيْمِ
હૈદરના લાલ, પીરે તરીકત મહેરહુસૈન,
છે આપની અજોડ ફઝીલત
મહેરહુસૈન.
જીવન તમામ કીધી રિયાઝત
મહેરહુસૈન,
જાણી શક્યું ન કોઈ હકીકત
મહેરહુસૈન.
તૌહીદ જાણી, પામ્યા વિલાયતની
ફિલસુફી,
રાખી જો આપનાથી અકીદત
મહેરહુસૈન.
તસ્બીહ ને મુસલ્લા પણ આપે
છે ખુદ હુસૈન
રાખે તમારું ધ્યાન ઇમામત
મહેરહુસૈન.
જોઈને સૌ વિરોધીઓ મૂંગા
બની જતા,
એ હૈદરી મિજાજ, જલાલત મહેરહુસૈન
છે પંજેતનની મહેર તમારા
ઉપર સદા,
પામ્યા છો પાંચ પીરની
ફિતરત મહેરહુસૈન.
એ લોક થઈ ગયા છે
મુકદ્દરના બાદશાહ
જેને મળી છે આપની સંગત
મહેરહુસૈન.
કૌસરના બોલ કોઈ દિ જુઠા
પડે નહીં,
છે ફાતેમાની આલની આયત
મહેરહુસૈન.
આજે હરેક ઘરમાં છે
ગમખ્વાર શાહના
આ આપનો છે ખંત ને મહેનત
મહેરહુસૈન.
કહેતા હતા મુરીદોને પૂછો
મને પૂછો,
પામ્યા'તા ઇલ્મની એ વિરાસત
મહેરહુસૈન.
અલ્લાહે આપ્યા આપને
અહમદના આંગણે,
અલ્લાહની અતા છો, ઇનાયત મહેરહુસૈન.
આવ્યા સતાવનાર ઘણાં પણ
અડગ રહ્યા,
રાખી હુસૈની સબ્ર ને
હિંમત મહેરહુસૈન.
આ મક્તબા ને મેહેર આ આલિમ
ને ફાઝિલો,
છે આપના સપનની હકીકત
મેહેરહુસૈન.
મારા નયનમાં આજ નજફનો
ખુમાર છે
ચૂમી રહ્યો છું આપની
તુરબત મહેરહુસૈન.
સૌ કુરિવાજ મૂળથી નાબૂદ
થઈ ગયા
બદલી તમે જમાતની રંગત
મહેરહુસૈન
આપે છે આ ગવાહી અઝાખાના, મદ્રેસા,
સઘળી છે આપની જ ઇનાયત
મહેરહુસૈન.
સદકો અતા છે આપના દીકરા
ઝહીરનો,
આ મહેફિલો, આ ઝિક્ર ને મિદ્હત
મહેરહુસૈન.
એ આપની દુઆ છે કરામત છે
ને કરમ,
પાણી મળે છે સૌને અવિરત
મહેરહુસૈન.
બસ એટલી અરજ છે આ ખાકી
"કલીમ"ની
મહેશરમાં કરજો એની વકાલત
મહેરહુસૈન.
મોમિન ખાદિમહુસૈન 'કલીમ'-વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો