بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
જો દિવારે હરમ
શક થઈ ગઈ છે
ને દુનિયા
જોઈને છક થઈ ગઈ છે.
છે કાબા,
હાથ પર અહમદના હૈદર,
આ ઘડીઓ કેવી
રોચક થઈ ગઈ છે
જોઈ બીન્તે
અસદના મરતબાને,
બધી હુરો
અવાચક થઈ ગઈ છે
હતું નક્કી જ
કે કાબામાં આવે,
વિલાદત ક્યાં
અચાનક થઈ ગઈ છે.
મુબારકબાદી
પહેલી આપવામાં
ફરિશ્તાઓમાં
રકઝક થઈ ગઈ છે
હતી તાઝીમના
લાયક એ પહેલાં,
હવે ચુમવાના
લાયક થઈ ગઈ છે.
અલીની મહેફિલે
આવ્યો તો જોયું
સફો નબીઓથી
ભરચક થઈ ગઈ છે
તૂટી છે
જ્યારથી કાબાની દીવાલ
વધારે મનને
મોહક થઈ ગઈ છે
આ મારી ઝાત
ઝિક્રે-પંજેતનમાં
રઝાએ-રબનું
ચુંબક થઈ ગઈ છે
જો મરિયમ આસિયા
કુલસૂમ આજે
અલીની મા ની
સેવક થઈ ગઈ છે
અલીની રાહમાં
જાવક છે,
એથી
વધારે મારી
આવક થઈ ગઈ છે
દિલે ફુરકાન
નાઝિલ થઈ રહ્યું છે
અલીના દ્વારે
દસ્તક થઈ ગઈ છે
ઘણો ઇતરાય છે
ખૈબરમાં મરહબ
પણ એની મૌત
બરહક થઈ ગઈ છે
વિચારે ફૌજ કે
શી રીતે ભાગે?
અહીં ગાઝીની
ખંદક થઈ ગઈ છે
લગાવ એક નારો
મહેફિલને ગરમ કર
વધારે પડતી
ઠંડક થઈ ગઈ છે.
કસીદા ગાય છે
મારા લખેલા,
હુરો પણ મારી
ચાહક થઈ ગઈ છે.
અલીની મદ્હગોઈ
ચારે જણના
અમલનામાનું
શીર્ષક થઈ ગઈ છે
કલીમ અતા અલીફ
અકીબ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો