بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
કુરઆન બોલે યા તો પછી
કિબ્રિયા કરે,
ખાકી બશર શું આપની મદ્હો
સના કરે.
ઘરની કનીઝ વાત કરે આયતો
વડે,
ફિઝ્ઝાની તરબિયત તો ફક્ત
ફાતેમા કરે.
હાતિમ તો એના આંગણે રજકણ
સમો જ છે
સાઇલ ફરી ન માંગે એ એવું
અતા કરે.
ઝહરાના ઘરની ફાકાકશી છે એ
ટોચ પર,
રાજી હો કિબ્રિયા ને અતા
હલઅતા કરે.
એની પછી ના કોઈ શફાઅત કરી
શકે,
ઝહરા ઉઠાવી હાથ અગર
બદ્દુઆ કરે.
મારી નજરમાં જોઉં તો બંને
છે એક વાત,
ઇચ્છા કરે બતૂલ કે ઇચ્છા
ખુદા કરે.
નારાજ છે એ શખ્સથી ખુદ
મુસ્તફા, ખુદા
જાણીને પણ જે બિન્તે
નબીને ખફા કરે.
વાજિબ ખુદાને થઈ જશે પૂરા
કરે પછી
હસનૈનથી બતૂલ અગર વાયદા
કરે
ઝહરાની માઅરેફત નથી મહેરમ
જહાનની
બસ મુર્તઝા અલીની તે
મહેરમ ખુદા કરે
ઝહરાનું નામ લીધું ન
કુરઆનમાં રબે,
રાણીનું નામ બાદશાહ જાહેર
કા કરે!
કુરઆન પણ રસૂલની સુસ્તી ન
લઈ શક્યું
આ કામ ફક્ત બિન્તે નબીની
રિદા કરે
ઝહરાની ઝાત ઝાતે ઇલાહીમાં
છે ફના
કોની મઝાલ એને ખુદાથી
જુદા કરે
ઝહરાની માઅરેફતને શું
પહોંચી શકે કોઈ,
હુજ્જતનું કામ આપણી
બુદ્ધિ ભલા કરે?
રૂમાલ હુરના માથે છે
બિન્તે રસૂલનો
જન્નતની હૂર હુરની ન કા
સરભરા કરે?
જન્નતમાં માતમીઓ જશે સો
ટકા "કલીમ"
અલ્લાહ રદ કરે શું? જો ઝહરા દુઆ કરે
મોમિન ખાદિમહુસૈન 'કલીમ'-વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો