بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
છે અઝાદારે હુસૈન ઈબ્ને અલી,
કેટલો ધનવાન છે, ક્યાં રાંક છે.
હકના હર એક રાઝ ઉઘડ્યા દિલ ઉપર
જીભ પર કરબોબલાની ખાક છે.
કોઈ બૈયતની તલબ કરતું નથી
આજ પણ શબ્બીરની એ ધાક છે.
ફાતેમા લઇ જાય છે રૂમાલમાં
આંસુઓ મોમિનના એવા પાક છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો