بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
સલામ તમને
અલયહિસ્સલામ અય બાકિર
તમે છો ઇલ્મનો
સઘળો દમામ અય બાકિર.
લગાવી છાતીથી
બોલ્યા ઇમામને જાબિર,
નબીએ આપને
કીધા સલામ અય બાકિર.
છો આપ અલવી
ઘરાનાના,નજીબુત્તરફૈન,
આ આપનું જ છે
આલા મકામ અય બાકિર.
સહાબી હોય
મુફસ્સિર કે હો ફકીહ કોઈ ,
તમારી સામે છે
ફિક્કા તમામ અય બાકિર.
જમાનો ઇલ્મ
વગર આંધળો થઈ ભટકે,
જો આપ હાથથી
છોડો લગામ અય બાકિર.
શફી છો આપ
શફાઅત 'કલીમ'ની કરજો,
છું આપનો જ
હું ખાકી ગુલામ, અય બાકિર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો