body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 6 જાન્યુઆરી, 2025

બાકિર તમારી મદ્હો સના

 

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

જેના હ્રદયથી ઇલ્મના સાગર વહ્યા કરે,

અલ્લાહ એના ઊંચા સદા મર્તબા કરે.

 

પહેલી રજબ છે બીજા મોહંમદનું આગમન,

બાકિરનું નૂર આવીને નૂરી ધરા કરે.

 

મા-બાપ બેઉ બાજુથી અલવી છે આપના,

આ ફઝ્લ કેવળ આપને અલ્લાહ અતા કરે.

 

વારિસ છે મુસ્તફાના,ઇમામે મુબીન છે,

મામૂલી વાત છે કે અજબ મોઅજિઝા કરે.

 

એવું નથી છે ફક્ત મહેરબાન યાર પર,

શત્રુ પણ આવી જાય તો મુશ્કિલ કુશા કરે.

 

છે બાકિરે ઉલૂમના વારિસ એ એટલે,

રહેબર જગતમાં ઇલ્મના રોશન દીવા કરે.   

 

કરબોબલામાં પાંચ વરસની છે ઉમ્ર ને-

દાદાની જેમ જુલ્મો સિતમને સહ્યા કરે.

 

એ નૂર છે તો નૂરને ઇદરાક એટલે,

બાકિર તમારી મદ્હો સના ખુદ ખુદા કરે.

 

 બંદો તમારો માંગે છે ઇલ્હામના રતન,

જેથી કલીમઆપની મિદ્હત લખ્યા કરે

 

ખાદિમહુસૈન મોમિન ‘કલીમ’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો