بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
મહેશરનો
એક શોર છે બર્પાં, તેગ હુસૈની
ચાલી રહી છે,
રણમાં
છે લાશોના ઢગલા, તેગ હુસૈની
ચાલી રહી છે..૧
એવી
ઝડપથી વાર કરે છે, ચારે તરફ બસ
ધૂળ ઉડે છે,
મળતા
નથી ફોજોને રસ્તા, તેગ હુસૈની
ચાલી રહી છે..૨
ફટકા
એવા તેગ કરે છે, કુફફારો બેમોત
મરે છે,
એક
જ વારે છે બે કટકા, તેગ હુસૈની
ચાલી રહી છે..૩
અરબસ્તાની
ઘોડા થઈને, ખુદના ઘોડા
ભૂલી જઈને,
દોટ
મૂકે છે થઈને ભેગા, તેગ હુસૈની
ચાલી રહી છે..૪
ઘર
બાજુના રસ્તા શોધે, આજ ચઢ્યા હર
કોઈ ગોથે,
ભાન
ભૂલ્યા છે ફોજના ટોળાં, તેગ હુસૈની
ચાલી રહી છે..૫
ગણવામાં
પણ ભૂલ પડે છે, વીસ ગણે ત્યાં
ત્રીસ પડે છે,
આજ
મલેકુલ મોત છે થાક્યા, તેગ હુસૈની
ચાલી રહી છે..૬
આજે
ગણિત જુદું જ બને છે , જેવા વધે છે એવા ઘટે છે,
દરિયા
કિનારે ફોજના પહેરા, તેગ હુસૈની
ચાલી રહી છે..૭
કોઈ
ન આવે લડવા સામે, એક બીજાને
ધક્કા મારે,
હોશ
છે સૌના હક્કા બક્કા તેગ હુસૈની ચાલી રહી
છે..૮
દુશ્મને
હકનું લશ્કર ખાધું, દોઝખનું પણ
પેટ ભરાયું,
આગના
ઊઠયા ભડકે ભડકા, તેગ હુસૈની
ચાલી રહી છે..૯
જીવનની
સૌ મોજ બગાડી, પગ પર જાતે
મારી કુહાડી
મોત
હસે છે ઊભા ઊભા, તેગ હુસૈની
ચાલી રહી છે..૧૦
કોઈએ
ગભરામણમાં આવી, તેગના બદલે
મ્યાન ઉઠાવી,
તીર
ને ભાલા હાથથી છૂટ્યા, તેગ હુસૈની
ચાલી રહી છે..૧૧
કળ
પણ આજે કામ ન આવ્યું બળ પણ આજે કામ ન આવ્યું
ખોટી
પડી લ્યો કહેવત સુદ્ધા, તેગ હુસૈની
ચાલી રહી છે..૧૨
ફોજોની
ફોજો ને ભાગાડે, હૈદર માફક
સૌને પછાડે,
જાફર
જિન પણ જોઈ પુકાર્યા, તેગ હુસૈની
ચાલી રહી છે.૧૩
તેગનો
છે તરખાટ તડા તડ, ધડ પટકાયા આજ
ધડા ધડ,
થાયય
છે સર સર સરની વર્ષા, તેગ હુસૈની
ચાલી રહી છે.૧૪
ઊંડા
ઊંડા શ્વાસ ભરે છે, ખૈબરને કોઈ
યાદ કરે છે,
આંખ
છે ફાટી જોઈ નઝારા, તેગ હૂસૈની
ચાલી રહી છે..૧૫
બેધારી
આ તેગ ગજબ છે, વીજળી જેવો વેગ
ગજબ છે,
રજકણ
કીધા રક્તથી રાતા, તેગ હુસૈની
ચાલી રહી છે..૧૬
સાદના
ખોટા વાદ લઈને, આવ્યા'તા જે મર્દ થઈને
પીઠ
બતાવી દુશ્મન ભાગ્યા, તેગ હુસૈની
ચાલી રહી છે..૧૭
સઘળા
છૂટ્યા આજ સબંધો, થાય જુદા હર
કોઈના અંગો
રૂહે
લીધા છુટ્ટા છેડા, તેગ હુસૈની
ચાલી રહી છે..૧૮
શિમ્ર
કહે છે કત્લ કરી દો, પ્યાદા કે'છે જાતે લઢી જો,
આદેશો
ના આપ તું ખોટા, તેગ હુસૈની
ચાલી રહી છે..૧૯
જોઈ
રહ્યા છે બેઉ ઊડીને,આપસમાં આ વાત સુણીને,
ફિતરસ
ને જિબ્રીલ કહે આ, તેગ હુસૈની
ચાલી રહી છે..૨૦
તેગો
ભાલા બખ્તર ખંજર, ઘોડા પ્યાદા
સૌ છૂમંતર
કુફ્રના
આજે હાલ છે બગડ્યા, તેગ હુસૈની
ચાલી રહી છે..૨૧
જે
પણ આવ્યા તેગ ઉઠાવી, એક જ એવી ઝર્બ
લગાવી,
પહોંચે
છે દોઝ્ખમાં સીધા, તેગ હુસૈની
ચાલી રહી છે..૨૨
મોત
કહે છે ભાગ ફટાફટ, થઈ જાએ મેદાન
સફાચટ
રણમાં
પડ્યા છે જીવના ફાંફા, તેગ હુસૈની
ચાલી રહી છે.૨૩
તેગથી
ટકરાયે છે જે પણ, થઈને પડે છે
વેરણ છેરણ
બખ્તરના
પણ થાય છે ભુક્કા, તેગ હુસૈની
ચાલી રહી છે..૨૪
હૈદરની
શમશશીરને જોઈ, લડવા ના તૈયાર
છે કોઈ,
સાદને
માટે દુઃખના દાહડા, તેગ હુસૈની
ચાલી રહી છે..૨૫
મોતની
આજે આગ ઝરે છે, પત્તા માફક
શીશ ખરે છે,
થથરી
રહ્યું છે શામ ને કૂફા, તેગ હુસૈની
ચાલી રહી..૨૬
સૌના
માથે મોત ભમે છે, માલના બદલે
મોત મળે છે,
ઊંધા
પડે છે સઘળા પાસા, તેગ હુસૈની
ચાલી રહી છે..૨૭
ના
એ કદી ખામોશ રહે છે, ખુલ્લા એના
હોઠ રહે છે
બોલે
છે બસ મોતની ભાષા, તેગ હુસૈની
ચાલી રહી છે.૨૮
તેજ
હતી તલવારની બોલી, ખોલીએ પણ આંખ
ન ખોલી,
આજ
છે હુમ્લા ફોજના મૂંગા, તેગ હુસૈની
ચાલી રહી છે.૨૯
જોઈને
શેહની આંખની લાલી, જોઈને તેવર
શેહના જલાલી
સાદના
ખાલી થાય છે ખૈમા, તેગ હુસૈની
ચાલી રહી છે.૩૦
સૌના
માથે મોત ભમે છે, માલના બદલે
મોત મળે છે,
પડી
રહ્યા છે ઉંધા પાસા, તેગ હુસૈની
ચાલી રહી છે.૩૧
વાત 'કલીમે' જે પણ કીધી, દાદ નજફના શાહે દીધી,
શબ્દ
કલમ કાગળ પણ બોલ્યા, તેગ હુસૈની
ચાલી રહી છે.૩૨