body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 10 ફેબ્રુઆરી, 2025

હિદાયત

 

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


ઝિક્ર કરવા આજ આવ્યા છે અહી આ સ્થાનમાં

ને વળી એવા મુબારક માહ આ શાબાનમાં

 

મજમો આ મહેફિલનો જન્નતનો બગીચો થઈ જશે

કરીએ ચાલો ઝિક્ર ઔલાદે અલીની શાનમાં

 

સાંભળી સલમાન પણ ઝૂમી ઉઠ્યા આ ઝિક્રને

નારએ હૈદર લગાવે છે એ આવી તાનમાં

 

છે મને વિશ્વાસ કે એ લઈ જશે મહદી સુધી

જાફરી રહેબર રહે છે જેઓ હિન્દુસ્તાનમાં

 

નફસને તું માર છોડી દે વ્યસન,માની લે વાત

બારમો પણ નય મળે રહેવાનો તું નુકશાનમાં

 

જામ અલીના ઇશ્કનો પી બેવ ભવ સુધરી જશે

શી મઝા આવે તને બીડી મસાલા પાનમાં

 

હૈદરી એક માર નારો જોશ પૈદા કર જરા

બેઠા ખુદ સલમાન મીસમને કહે છે કાનમાં

 

પીરે કંઈ એવી વિલાયતની મદિરા પાઈ છે

ભલભલા આવી ગયા એ પીને અહીંયા ભાનમાં

 

ઝિક્રના સદકે દુઆઓ માંગજો અય મોમિનો

કે ખુદા દે ગાદી વારસ જાફરી ઉદ્યાનમાં


(2)


દેખાદેખી કરવાના આ ખેલ તમાશા છોડી દે

પીરની છાયામાં રહીજા પરદેશની ઈચ્છા છોડી દે

 

બાપ છે રૂહાની એ તારો સઘળી રાખે છે ચિંતા

આવ વતનમાં વીરા તું રોઝીની ચિંતા છોડી દે

 

ઇશ્કે અલીનો જામ પીધા કર તકવાનો પોશાક પહેર

બીડી સીગરેટ ગુટખા તારા પાન મસાલા છોડી દે

 

હર એક મોમિન ભાઈની સાથે રાખ સબંધો માયાળુ

નેકી કર હર એકની સાથે કાવા દાવા છોડી દે

 

માની લે જે પીરના હુકમો કરજે અમલ તું જીવનમાં

નહિતર એવું થાય નહીં કે તુજને બાવા છોડી દે

 

ધ્યાન ધરીને દીનની ઉપર ચાલ તું હકના રસ્તા પર

પાછળ પાછળ આવશે દુનિયા જો તું દુનિયા છોડી દે


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો