بِسْمِ
اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ત્રીજી
શાબાનનો છે આ અવસર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે
રહેમતો આજ
વરસે છે ઝરમર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
લોહનું એ
લખેલું બદલશે, સૌની એ માંગણી પૂરી કરશે?
કરશે રોશન એ
સૌના મુકદ્દર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે
વેદના ને વ્યથાઓ
ટળી છે, આજ ફિતરુસને પાંખો મળી છે,
ખુશ થઈને ઊડે
છે ગગન પર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
કામ જેના થકી
ચલાતા'તા, ફેંસલા અર્શ પર જે
થતા'તા,
લાગશે આજથી
અહીંયા દફ્તર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
કોઈ આવે છે
દરજી થઈને, જાય છે રોટીઓ કોઈ લઈને,
એના ઘ્વારે છે
હર એક ગદાગર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
ખાય છે જે
નિરંતર જમાનો, છે આ સરવરના અસ્ગરનો સદકો,
લીલાં નજરે
પડે છે જે ખેતર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
દુઃખ જીવનમાં
ભલે લાખ આવ્યા, પાઠ કરબલના છે યાદ રાખ્યા,
સબ્રનું કામ
આવ્યું છે ભણતર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
કાળો ધોળો
તફાવત મિટાવ્યો, શાહે એને ગળેથી લગાવ્યો,
જ્હોન પણ થઈ
ગયો કેવો સુંદર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
હુરની સઘળી
ખતાઓ મટી ગઈ, શેહની કેવી દુઆઓ મળી ગઈ,
માનો બાંધે
છે રૂમાલ સર પર ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે
જાફરી નૂરના એ
સહારે, પહોંચ્યા કાશીથી કૌસર કિનારે,
ખુશનસીબે
મળ્યા છે જે રહેબર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
ઔલિયા અંબિયા
પણ ઊભા છે, સૌ ફરિશ્તાઓ ભેગા થયા છે,
કરબલાના અજબ
જોયા મંઝર, ફઝ્લ શબ્બીરનો થઈ રહ્યો છે.
મેળવી છે જે
ઇજ્જત કલીમે, આપી છે કરબલાના કરીમે,
ફિક્ર પર
શાયરી પર કલમ પર, ફઝ્લ શબ્બીરનો થઈ થઈ રહ્યો છે.
કલામ : મોમિન ખાદિમહુસૈન 'કલીમ' વલેટવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો