بِسْمِ اللهِ الرَّحْمٰنِ
الرَّحِيْمِ
નફ્સની પેરવી
વધી ગઈ છે
ખોટી ખોટી જગા
ગમી ગઈ છે
આજ જોયા છે
કામરાનને મેં
આજ મંઝિલ મને
મળી ગઈ છે
મીસમે પીધી જે
ધરાઈને,
એ મદિરા મને
ચઢી ગઈ છે
ચહેરો તરબોળ
નૂરથી એનો
દીદ એહમદની આજ
થઈ ગઈ છે
નામ લીધું અલી
તો સૌ મુશ્કિલ
મૂંઝવણમાં પડી,
હટી ગઈ છે
એક ઇન્કાર છે
હજી રોશન
લાશ બૈયતની જો
સડી ગઈ છે
શેર આરામથી
ફરે નહેરે
ઊંઘ જાલિમની
જો ઊડી ગઈ છે
શું વધ્યું છે?
યકીનના સિક્કા
ને મૂડી
સબ્રની રહી ગઈ છે
દુનિયા મારા
વિરોધમાં કાયમ
યોજના નિત નવી
ઘડી ગઈ છે
શાયરી કેમ ના
લખે શાયર ?
કે દુઆ પીરની
ફળી ગઈ છે
ચૌદ સદીઓથી
ગાઝીના રોઝે
લેવા ચક્કર
જુઓ નદી ગઈ છે
પીરનો હું ય
એક હુર હોતે
નફ્સની પેરવી
નડી ગઈ છે
ઇશ્કે હૈદર
થકી ગુનાહોની
એક એક પાંદડી
ખરી ગઈ છે
નામ હૈદરનું
બારણે જોઈ
પાછી આફત બધી
વળી ગઈ છે
તેગ એવી પડી
તબસ્સુમની
ફોજ ઊભી ઊભી
રડી ગઈ છે
શું ભલા સુખ
ને દુખ હસું છુ હું
ટેવ બેશીરની
પડી ગઈ છે
રબના દીદાર
પામવા માટે
રૂહ મારી નજફ
ભણી ગઈ છે
પામી શબ્બીરની
રઝા -યાની
હુરને રબની
રઝા મળી ગઈ છે
ખાકે કરબલનો
સુરમો આંજી
આંખ અલ્લાહને
ઓળખી ગઈ છે
કેટલા
ખુલ્દમાં છે મારા મહેલ
હુરો હમણાં જ
એ ગણી ગઈ છે
સાત સદીઓથી
માથે મુર્શિદ છે
ક્યાં જમાત
એકલી પડી ગઈ છે?
ચેહરો ચમકાવવા
જડીબુટ્ટી
જ્હોન પાસેથી
એ જડી ગઈ છે
બારમાની
તમન્ના જીવે છે
મોહ માયા બધી
મરી ગઈ છે
ખાદિમહુસૈન 'કલીમ' મોમિન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો