body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શુક્રવાર, 3 જુલાઈ, 2020

રંગત રિઝાની છે



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ 

નુરુલ હુદાનો રંગ છે  રંગત રિઝાની છે,
અઝમત ખુદાની જેમ એ અઝમત રિઝાની છે.

અલવી ચમનમાં આજ ખીલ્યું આઠમું સુમન,
ખુશીઓ મનાઓ આજ વિલાદત રિઝાની છે,

મુશ્કિલની શું મજાલ કે ભેટે મને કદી,
જામીન છે ખુદ ઇમામ હિફાઝત રિઝાની છે.

શું પ્રાણીઓ પશુઓ કે માનવની જાત પર,
ચૌદે ભુવનમાં ચાલે ઇમામત રિઝાની છે.

એની ખિલાફ આવ્યો એ કાફિર બની ગયો,
હકથી મળી છે  સર્વ ખિલાફત રિઝાની છે.

હર ઇલ્મ  ને કમાલમાં અફઝલ છે ઉચ્ચ છે,
શોહરત છે અલવી, અલવી ફઝીલત રિઝાની છે.

હર એક સવાલનો અહીં હાજર જવાબ છે,
દર ઇલ્મનું છે, ઇલ્મ તો દૌલત રિઝાની છે.

કાલીન  પરથી શેર ન આવે? બને નહીં,
હર એક ચીજ પર રહી હૈબત રિઝાની છે.

દાબલ, અબુ નવાસની માફક "કલીમ" પર,
હર દમ કરમ, રહેમ ને ઇનાયત રિઝાની છે.

ખાદિમહુસૈન કલીમમોમિન- વલેટવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો