body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શુક્રવાર, 3 જુલાઈ, 2020

થોડી જગા મળે


بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ 

અલ્લાહના તરફથી મને જો રજા મળે,
મૌલા રિઝાનું દર એ પછી ચૂમવા મળે.

હર એક દર્દની ત્યાં મુકમ્મલ દવા મળે,
બાબે શિફાથી નોખી મળે, જે શિફા મળે.

રાજી રહું ખુદાની રઝામાં યા અર્રીઝા,
જીવનને જીવવાની અલૌકિક કળા મળે.

રંગાઈ જાઉં  નૂરે હુદા રિઝવી રંગમાં,
અલવી સુરાલયેથી જો અલવી સુરા મળે.

થઈ જાય દર્દ દિલના બધાં દૂર ચૂર ચૂર,
મશહદની જો મરીઝને આબો હવા મળે.

એને પછી જરૂર શું દુનિયાની, માલની,
જે શખ્શને ઇમામ રિઝાની વિલા મળે.

માસૂમા,  અર્રીઝાનો તને વાસ્તો ખુદા,
બહેનો ને ભાઈના ન વિરહની વ્યથા મળે.

હુજ્જત ખુદાની છે તો નવાઈની વાત શું?
 એક આંખના ઈશારે બધા મોઅજીઝા મળે.

જામીન બનાવી લે જો તું મૌલા રિઝાને તો,
સંભવ નથી જીવનમાં કોઈ પણ બલા મળે.

દાબલને જો નવાઝી શકો તો "કલીમ"ને,
ચરણોમાં  એને આપના  થોડી જગા મળે


ખાદિમહુસૈન કલીમમોમિન- વલેટવા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો