body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શુક્રવાર, 31 જુલાઈ, 2020

કર મદદ



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

અય સૈયદો સરદાર મદદગાર કર મદદ,
જીવનમાં આફતોની છે વણઝાર કર મદદ.

તારા સિવાય કોણ જે આપે મદદ મને,
કેવળ સહારો તુંજ તું આધાર કર મદદ.

મુશ્કિલમાં તારું નામ સદા હોઠ પર રહે,
તું મુશ્કિલોનો  દૂર છે કરનાર કર મદદ.

ઘેરી વળે છે રાત દિવસ ગમ મુસીબતો,
તારી રહેમનો કોઈ ના વિસ્તાર કર મદદ.

આફત,નિરાશા, દર્દ,ઉદાસી ને મુફલિસી,
ઘનઘોર ચોતરફ છે બસ અંધાર કર મદદ.

છૂટી રહ્યો છે સબ્રનો દામન આ હાથથી,
મુશ્કેલીઓની આવી છે વણઝાર કર મદદ.

દુઃખ દઈ રહી છે દુનિયા પળે પળ મને ખુદા,
તારો જ એક છે મને સહકાર કર મદદ.

તું ચાહે તો પળમાં જ મુસીબતનો હલ મળે,
રબ્બે કરીમ અય સખી સરકાર કર મદદ.

જીવન છે ઝેર જેવું  ને કપરાં ચઢાણ છે,
છે રંજ દર્દના અહીં અંબાર કર મદદ.

સહેલાઇથી આ જીંદગી જીવી શકે "કલીમ",
દે સબ્ર શુક્રના મને હથિયાર કર મદદ.

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો