body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શુક્રવાર, 21 મે, 2021

કરબલા તરફ રવાનગી

 

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

અય વતન પ્યારા નબીના અય મદીના અલવિદા,

થાય છે કરબલ તરફ સરવર  રવાના અલવિદા.

 

અશ્રુ ભીની આંખથી શબ્બીર બેટીને કહે,

હશ્રમાં મળશું હવે અય મારી સુઘરા અલવિદા.

 

વાદએ તીફલી નિભાવાનો વખત આવી ગયો,

જાઉં છું હું કરબલા અય પ્યારા નાના અલવિદા.

 

  

યસરબમાં આજ મોમિનો ગમનાક ખબર છે,

ગમ છે હર એક ઘરમાં ને ગમગીન નગર છે,

હર આંખ છે ઉદાસ ને આંસુથી સભર છે,

આલે નબીની આજ મદીનાથી સફર છે.

 

કરબોબલા તમોને પુકારે છે અય હુસૈન,

દીને ખુદા તમારા સહારે છે અય હુસૈન.

 

છ માહના એ બાળને, અસ્ગરને લઈને આવ,

ઔનો મોહંમદો અલી અકબરને લઈને આવ.

ઝયનબ,રબાબ,ફિઝ્ઝાને, દુખ્તરને લઈને આવ,

કાસિમ,હબીબ,ગાઝી દિલાવરને લઈને આવ.

 

સદીઓથી તારી વાટ હું નીરખું છું આવ તું,

વેરાન રણને આવીને ગુલશન બનાવ તું.

 

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો