body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

સોમવાર, 17 મે, 2021

આપની સના ઝૈનબ

 

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

હો અગર આપની સના ઝૈનબ,

શબ્દ ઓઢે પ્રથમ રીદા ઝૈનબ.

 

થાય જો આપની અતા ઝૈનબ,

તો કરું આપની સના ઝૈનબ.

 

અંબિયા આપશે સદા ઝૈનબ.

હલઅતા આપ ઇન્નમા ઝૈનબ.

 

કારી એ નેહજેબલાગા ઝૈનબ

શુ કહું તારા મરતબા ઝૈનબ.

 

તોડી દેશે એ શામના ખૈબર,

છે જલાલતમાં મૂર્તઝા ઝૈનબ.

 

શુ કહું ઔનો મોહમ્મદ ને હું

ચાંદ સૂરજ કે તારલા ઝૈનબ.

 

માંગે તુજથી શરફ કનીઝી નો

મરયમો સારા હાજરા ઝૈનબ.

 

તારા ખુતબાની તેગથી બીબી,

કુફ્રને આવી ગઈ કઝા ઝૈનબ.

 

બસ "કલીમ" એકલો નથી બીબી

કે "નઝર" પર કરો અતા ઝૈનબ.

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો