بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અલીની શોભા ને ઝહરાની લાડલી ઝૈનબ,
હુસૈનીયતની બની ગઈ તું જિંદગી ઝૈનબ.
હુસૈન બાદ તેં ઇસ્લામની કરી તબ્લિગ,
મળી છે દીનને તારાથી રોશની ઝૈનબ.
તપીને તાપમાં ઇસ્લામને દીધી ઠંડક,
ઓઢાવી દીનને તેં તારી ઓઢણી ઝૈનબ.
કર્યા તેં વ્હાલસોયા પુત્રો નિછાવર શેહ પર,
ન રાખી કોઈ તેં કુરબાનીમાં કમી ઝૈનબ.
કલેજા કુફ્રના કંપી ઉઠ્યા છે ખૂતબાથી,
પુકારી ઉઠ્ઠી જલાલત કે યા અલી ઝૈનબ.
હુસૈન બાદ બની ગઈ તું નાખુદા ને પછી,
નબીના દીનની તારી તેં નાવડી ઝૈનબ.
મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો