body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શનિવાર, 12 ઑગસ્ટ, 2023

કરબલની કથા કાયમ રહેશે

 بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

થઈ જાશે ફના દુનિયા કિન્તુ,કરબલની કથા કાયમ રહેશે,

ગમ રેહશે જગતમાં સરવરનો, ઝહરાની દુઆ કાયમ રેહશે.

 

બે હાથ કપાવીને એને અબ્બાસે બુલંદી આપી છે,

લહેરાશે અલમ એ ગાઝીનો, પરચમની હવા કાયમ રેહશે.

 

ઇન્સાનના હક્કો સમજાવી,  તેં માનવતાની ભેટ ધરી,

હક રાહ બતાવી દુનિયાને, એ રાહ સદા કાયમ રહેશે.

 

એ જુલ્મ સિતમને યાદ કરી, હર કોમ રડે તારી ઉપર,

તા હશ્ર અઝાદારી તારી અય શાહે હુદા કાયમ રહેશે.

 

તેં સબ્ર કરીને જુલ્મો પર,કિરદાર બતાવ્યો સાબિરનો,

હર એક સખાવત છે તારી, હર એક અતા કાયમ રહેશે.

 

કુરબાન કરીને જીવન તેં, હર કોલ નિભાવ્યા કરબલમાં,

હક માટે કરી જે અલ્લાહથી શબ્બીર વફા કાયમ રહેશે.

 

જ્યાં જુલ્મો સિતમનો પહેરો હતો, એ ધરતી તેં ગુલઝાર કરી,

કદમોની કરામતથી તારા, કરબલની ધરા કાયમ રહેશે.

 

ઇસ્લામની જ્યારે વાત થશે, શબ્બીર વગર શું વાત થશે?

ઇસ્લામને એણે દીધેલી  હર એક મતા કાયમ રહેશે.

 

છ માહના તારા બાળકથી, શીખેલ સબક ભુલાય નહીં,

દુઃખ દર્દ સહીને હસવાની અસ્ગરની અદા કાયમ રહેશે.

 

મઝલૂમના લોહીના લીધે,એ ખાક સદા અકસીર રહી,

સૌ દર્દનું મરહમ છે એની કણ કણમાં શીફા કાયમ રહેશે.

 

ઇસ્લામને રક્ષણ દેવાને, લૂંટાવી દીધી જે કરબલમાં,

જે દીનના કામે આવી એ ઝૈનબની રીદા કાયમ રહેશે.

 

શબ્બીરનો ઝાકિર ને "ખાદિમ"? વલ્લાહ "કલીમ"ની શું હિંમત,

ઝહરાનો કરમ છે બંને પર,  ઝહરાની અતા કાયમ રહેશે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો