بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
સજાવીને મહેફિલ
અલી મૂર્તઝાની પઢે છે મલંગો કસીદા અલીના,
ફઝીલતની જેની કોઈ
હદ મળે ના બુલંદીથી આગળ છે રુતબા અલીના.
ધરા,
આસમાનો,સિતારા,બગીચા,સમંદર,પહાડો,જહન્નમ ને જન્નત,
ખુદાએ આ સર્જન
કર્યું એના માટે ને કાઢ્યા છે સદકા આ મૌલા અલીના.
ખુદા કૂન કહે તો
કહે કોના મોઢે? જો આદમને સર્જે,કયા હાથે સર્જે,
અલીની જીભેથી ખુદા
બોલે કાયમ, બે હાથો ખુદાના છે જમણા અલીના.
અલી શ્વાસ લે તો
હવા જોશ મારે, અલી મુસ્કુરાયે તો વરસાદ વરસે
આ રાતો આ દિવસો,
નથી કાંઈ બીજું, આ પલટાય છે ભૈ, પડખા અલીના.
અલીની વિલાયત સ્વીકારી
તો એણે બનાવ્યા નબી ને દીધા મોઅજિઝાઓ,
આ નબીઓ આ વલીઓ
ન હોતે જગતમાં, કદી રાખતે જો ન રિશ્તા અલીના.
ઉછેર્યા છે જન્નતના
શાહોને જેણે, મલાએકનાં ટોળાઓ ખાદિમ છે જેના
એ ખૈરુન્નિસાનો
આ એક મર્તબો છે, અદબથી ધુવે છે એ જૂતા અલીના
આ જિન્નાત-ઇન્સાન,
ફૂલો, સમંદર, ફરિશ્તાઓ હૂરો આ શશિયર દિવાકર
ગતિશીલતા સૌએ પામી
કે જ્યારે, લખાયા બધે નામ આ'લા અલીના
સમય છે હજી કર
મોહબ્બત અલીથી, નહીંતર પજવશે તને નોટબંધી,
અલીનું જ શાસન
છે બંને જગતમાં કયામતમાં ચાલે છે સિક્કા અલીના.
ન તુરબત ન બરઝખ
ન મીઝાનો મહેશર, બતાવે છે સીધા જહન્નમના મંઝર
જરા પૂછ મરહબ ને
અંતરને,
કેવા કયામતના લાગે છે ફટકા અલીના.
મેહેર જાફરીથી
ઝહીરે ઝમાના, મુશાહિદ મુજાહિદ ને ફાઇઝ સુધી બસ
હરેક ઔલિયાની શકલમાં
નિહાળ્યા,
આ મોમિનની નસ્લોએ જલવા અલીના.
રિવાયતમાં મેઅરાજે-અહેમદનું
વર્ણન,
જો વાંચ્યું તો ઝૂમી ઊઠ્યાં તન,
બદન, મન,
અને કેમ ના હો
કે અર્શે-બરી પર, હતાં ત્યાં પ્રથમથી જ ઉતારા અલીના
નબુવ્વતથી,
બેઅસત, 'ને ત્યાંથી રિસાલત, 'ને ત્યાંથી વિલાયત, શહાદત સુધીમાં,
જો જોયું તો તારીખના
પાને-પાને લખેલા હતા સઘળા કિસ્સા અલીના.
નજફથી શહે-કરબલાના
હરમ તક,
સફર ઇશ્કે-હૈદરનો જોયો કલીમે,
વિખેરાયેલા જે
હતા કાલે રણમાં, એ આજે છે સુંદર સિપારા અલીના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો