body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શનિવાર, 12 ઑગસ્ટ, 2023

હબીબ

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


હબીબ દોસ્ત તને મારો જો મળે કાગળ,

હુસૈનને છે જરૂરત કે આવજે એ પળ.

 

હબીબ આવજે કરજે મદદ કે કરબલમાં,

હુસૈન પર છે મુસીબત ને જુલ્મના વાદળ.

 

હબીબ આવજે બચપણની દોસ્તીની કસમ,

હબીબ ઘેરો કરી દુશ્મનોએ કીધું છળ.

 

હબીબ પહોંચજે આશૂરની અસર પહેલા,

તું કરબલામાં તારા મિત્રનું વધારજે બળ.

 

તું અહલેબૈતના રુત્બા હબીબ જાણે છે,

ફકીહ છે તો મદદ તારી એ પ્રમાણે છે.

 

હબીબ, દિલબરે ઝહરા તને સદા દે છે,

હબીબ ઝૈનબો કુલસૂમ પણ દુઆ દે છે.

 

હબીબ મારો પરિવાર છે મુસીબતમાં,

હબીબ તારી જરૂરત છે હકની નુસરતમાં

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો