body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 2 માર્ચ, 2021

તબાહી તબાહી

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

ઉડાવી હવામાં સરો દુશ્મનોના

કરે છે જે રણમાં તબાહી તબાહી,

કયામતનું મંજર છવાયું નહેર પર,

જરીના ગજબની બધા દે ગવાહી.

 

શૂરાતન શિરામાં ભર્યું છે અલીનું,

નિડર છે બહાદુર જરી શેર ગાજી,

પળોમાં કરી નાખશે રાખ સૌને

ભલે લાખ મેદાને આવે સિપાહી

 

ઉમર સાદ કેહ છે ન છોડો આ મોકો,

નહેર પર ન જાએ જરા જઈને રોકો,

ન સામે કોઈ ડગ ભરે છે ડરે છે

બન્યા છે બધા દુશમનો ઘરના રાહી.

 

પરિતૃપ્ત છે એ પડે આખડે નહીં,

છે સાકી તરસથી કદી તરફડે નહીં,

કે રોજે અજલથી છે કબજામાં એના,

અઢાર આલમોની સુરાહી સુરાહી.

 

જલાલતમાં અબ્બાસ આવી ગયા છે,

નહેર પરના સૌ લશ્કરો ગુમ થયા છે,

કહે દોટ મૂકી બધા દુશ્મનો કે

અમાન આપજે આજ અમને ઇલાહી.

 

કદી વાર એનો ન બેકાર જાએ,

જે દુશ્મન કરે ઠાર ફિન્નાર થાએ,

કરે અલ્કમા લોહીથી લાલ ગાજી

ઉડે રક્તનું હરતરફ છે પ્રવાહી.

 

બનાવું કલમ જો જગતના તરુંને,

ને કાગળ કરું આસમાં ને ધરાને,

છતાં ના લખાએ સના ગાજી તારી,

ખૂટી જાય સાગર બને જો સિયાહી.

 

"કલીમ" આપના દરનો એક અદનો શાયર,

ક્ષમા આપજો આપનું છે સખી દર,

કરમ કરજો મુજ પર યા બાબુલ હવાઇઝ,

તમારા આ દ્વારે છે નૌકર ગુનાહી.

 

ખાદિમહુસૈન "કલીમ" મોમિન.

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો