body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

મંગળવાર, 2 માર્ચ, 2021

પીવા દે

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

સાગરમાં છલોછલ છલકે છે હૈદરની વિલાયત પીવા દે,

અય સાકી ગદીરી મયઘરથી તું જામે મવદ્દત પીવા દે.

 

દીવાનગીની સરહદ તોડું, ભૂલીને બધું બહેલોલ બનું,

ચલ યાર મળી છે આજે તો મીસમની સોહબત પીવા દે.

 

છે મસ્ત મજાની મોસમ ને અલવી મયઘર, અલવી સાકી,

આ જામમાં મળશે હંમેશા તૌહીદની લિજ્જત પીવા દે.

 

એ જામ કે જેને ઘોળ્યો હો સલવાત પઢેલા પાણીથી,

એ જામની નોખી રંગત છે નોખી છે અઝમત પીવા દે.

 

આ જામ જો લબ પર લાગે તો દુર્ભાગ બધાએ ભાગે છે,

આ જામથી બંને આલમની પલટાય છે કિસ્મત પીવા દે.

 

કૌસરના કિનારે બેસીને, ભરવી છે ફઝાઇલની મહેફિલ,

કૌસરનું મદિરાપાન કરી, ઉઘડે છે બલાગત પીવા દે.

 

બે ઘૂંટ પડે જો ઘટમાં તો મેઅરાજ મલંગા પામી લે,

હૈદરના શરાબી પ્યાલાની મત પૂછ ફઝીલત પીવા દે.

 

આ જામના ઘૂંટા પી પીને, અબ્દાલ, કલંદર ઝૂમે છે,

હર શમ્સ, ઝહીર, કલંદરની કરવાને ઇતાઅત પીવા દે.

 

આ જામથી જીવન જીવન છે, આ જામ નથી તો કઈં જ નથી,

આ જામ "કલીમ"ની કુવ્વત છે, આ જામે હકીકત પીવા દે.

 

ખાદિમહુસૈન "કલીમ" મોમિન.

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો