body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

બુધવાર, 10 માર્ચ, 2021

ઉનવાન અલી અસ્ગર

 

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

છે આજ ફઝીલતનું ઉનવાન અલી અસ્ગર,

સરવરનું બોલતું છે કુરઆન અલી અસ્ગર.

 

શબ્બીરના ચમનમાં ખીલ્યું છે ફૂલ આજે,

મેહકી રહ્યું છે એથી ઉદ્યાન અલી અસ્ગર.

 

શબ્બીરના ગગન પર તું ચાંદ થઈને ચમક્યો,

તારા રુઆબ અલવી, જીશાન અલી અસ્ગર.

 

બસ એક ઈશારે તેં જાલિમને કર્યા રડતાં,

 તેં જંગ વગર  માર્યું મેદાન અલી અસ્ગર.

 

લાખોની ફૌજ સામે, શું સબ્ર હતી તારી,

તૌહીદ કરે તારા ગુણગાન અલી અસ્ગર.

 

સીંચીને લોહી કીધું ઇસ્લામનું જતન તેં,

દી પર છે લાખ તારા અહેસાન અલી અસ્ગર.

 

બાબુલ મુરાદ છે તું કરજે મુરાદ પુરી,

અય નયનવાના વાલી, સુલતાન અલી અસ્ગર.

 

સદીઓથી કૈક આગળ, તારા એ છ મહિના,

કેવી રીતે લખું હું ગુણગાન અલી અસ્ગર.

 

દુઃખ, દર્દ ને હતાશા, સંકટ, વિકટ સમય છે,

જીવન બનાવી દેજો આસાન અલી અસ્ગર

 

મોમિન ખાદિમહુસૈન "કલીમ" વલેટવા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો