body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }
લેબલ શહાદત મૌલા અલી (અ.) સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શહાદત મૌલા અલી (અ.) સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 13 મે, 2020

કયામત કી હૈ ઘડી



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ડૂબા હૈ ગમમેં કૂફા કયામત કી હૈ ઘડી,
ઝરબત અલી કે સરપે જો સજદે મેં ચલ ગઈ

હાલે હસન હુસૈન કરું કિસ તરહા બયાં
સૈલાબ આંસુઓકા હુવા આંખ સે રવાં,
બાબા કે બાદ જિંદગી દુશ્વાર હૈ બની.

ઝયનબ પુકાર ઉઠી મિલી જબ ઉસે ખબર
સર પીટકર ગિરી હૈ વૉ બેહોશ ખાક પર.
બાબા નહીં રહે કે મુસીબત હૈ યે કડી.

ગિર્યા કુના હૈ બર સરે ફિરદૌસ ફાતેમા
આંખો સે ખું કે અશ્ક બહાતે હૈં મુસ્તફા.
હસનેન પર યે કૈસી ઘડી આન કર પડી..

પુરદર્દ પુરમલાલ હૈ અબ્બાસે બાવફા,
ઉમમૂલ બનીન કા ભી જીગર ગમસે ફટ ગયા
જારી હૈ નમ નિગાહ સે અશ્કોકી એક જડી.

કાબા ભી રો રહા હૈ, હૈ મહેરાબ ખું મેં તર
ગિર્યા હૈ ગમમેં આજ મલાએક ઔર બશર
યે દેખકર અઝાન ભી ખામોશ હૈ ખડી.

હૈ આસમાં ઉદાસ ફઝાએ હૈ માતમી
શોરો ફૂંગા જમી પે હવાઓ મેં હૈ નમી
સારી ખુદાઈ દર્દમેં નૌહા સુના રહી.

મઝલૂમ બેકસો કા મદદગાર અબ નહીં
ગમ હૈ બડા કે હૈદરે કર્રાર અબ નહીં
ઇસ સદમે સે નમાઝ લહુ રોતી હી રહી

નૌહા "કલીમ" ઝરબતે હૈદર હુવા રકમ
હિંમત નહીં હૈ દિલમે કે તું રોક લે કલમ
દુનિયા એ ફાની છોડ કે રૂખસત હુએ અલી.

અલી શહીદ થયા


بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

રડે નમાઝ, મુસલ્લા અલી શહીદ થયા,
પુકારી મસ્જિદે કુફા અલી શહીદ થયા.

વહે છે ખૂનના આંસુઓ આંખથી દળદળ,
હસન હુસૈનના બાબા અલી શહીદ થયા.

કરે છે માતમે હૈદર એ જીબ્રઇલે અમી,
પઢે મલાએકા નૌહા અલી શહીદ થયા.

ગરીબ, બેવાના બેલી, યતીમના રક્ષક,
દુઃખી દિલોના એ આકા અલી શહીદ થયા.

રડે છે નેહજે બલાગા કુરઆનને વળગી,
કે જખ્મી જખ્મી  છે પારા અલી શહીદ થયા.

સિતમની તેગથી મહેરાબ ખૂનથી તર છે,
કે કાએનાતના મૌલા અલી શહીદ થયા.

કસમ છે કાબાના રબની હું કમિયાબ થયો,
કહે છે સજદામાં મૌલા અલી શહીદ થયા.

રડે છે ઝયનબો કુલસૂમ બાપના ગમમાં,
સહારો આપે છે ફિઝ્ઝા અલી શહીદ થયા.

નબીની ગોરથી સાંભળાય છે રુદનની સદા,
કહે છે ગુંબદે ખીઝરા, અલી શહીદ થયા.

સિતમ આ કેવો છે બાબા રડી રડીને કહે,
લહદમાં ફાતેમા ઝહરા અલી શહીદ થયા.

"કલીમ" આજ ઘડી હશ્રની છે કૂફામાં,
કે ગમમાં ડૂબી છે  દુનિયા અલી શહીદ થયા.

ખાદિમહુસૈન "કલીમ" મોમિન.
૧૨-૫-૨૦૨૦