بِسْمِ اللّٰهِ
الرَّحْمٰنِ الرَّحِيْمِ
રડે નમાઝ, મુસલ્લા અલી શહીદ થયા,
પુકારી
મસ્જિદે કુફા અલી શહીદ થયા.
વહે છે ખૂનના
આંસુઓ આંખથી દળદળ,
હસન હુસૈનના
બાબા અલી શહીદ થયા.
કરે છે માતમે
હૈદર એ જીબ્રઇલે અમી,
પઢે મલાએકા
નૌહા અલી શહીદ થયા.
ગરીબ, બેવાના બેલી, યતીમના રક્ષક,
દુઃખી દિલોના
એ આકા અલી શહીદ થયા.
રડે છે નેહજે
બલાગા કુરઆનને વળગી,
કે જખ્મી
જખ્મી
છે પારા અલી શહીદ થયા.
સિતમની તેગથી
મહેરાબ ખૂનથી તર છે,
કે કાએનાતના
મૌલા અલી શહીદ થયા.
કસમ છે કાબાના
રબની હું કમિયાબ થયો,
કહે છે
સજદામાં મૌલા અલી શહીદ થયા.
રડે છે ઝયનબો
કુલસૂમ બાપના ગમમાં,
સહારો આપે છે
ફિઝ્ઝા અલી શહીદ થયા.
નબીની ગોરથી
સાંભળાય છે રુદનની સદા,
કહે છે ગુંબદે
ખીઝરા,
અલી શહીદ થયા.
સિતમ આ કેવો
છે બાબા રડી રડીને કહે,
લહદમાં ફાતેમા
ઝહરા અલી શહીદ થયા.
"કલીમ" આજ ઘડી હશ્રની છે કૂફામાં,
કે ગમમાં ડૂબી
છે
દુનિયા અલી શહીદ થયા.
ખાદિમહુસૈન
"કલીમ" મોમિન.
૧૨-૫-૨૦૨૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો