بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
નવો સાકી,નવી સુરા ને સાગર લઈને આવે છે,
ઉઠો મયકશ,અલી ખુદ જામે કૌસર લઈને આવે છે.
જમાના જો
નબીના ખોળે કોનું નૂર ચમકે છે?
નબી કાબાના
દરથી ઇલ્મનું દર લઈને આવે છે.
થતા'તા અર્શ પર જે ફેંસલા, ધરતી ઉપર થાશે,
કે એ લૌહો
કલમના આજ દફતર લઈને આવે છે.
ઈબાદત, સાદગી, તકવો,ઝોહદ,ને ન્યાયનો
દાતા,
ઇમામત સર્વ
ગુણ સંપન્ન હૈદર લઈને આવે છે.
લીસાનુલ્લાહ,વજહુલ્લા,યદુલ્લાહ એજ
અયનુલ્લાહ,
સિફત અલ્લાહની, સઘળા કલેવર લઈને આવે છે.
ધરા પર
હુજજતુલ્લાહ એ અને એ યાસુબુલ મોમિન,
ખુદા જેવા
બધાએ નામ સુંદર લઈને આવે છે.
ખુદા ખુદ અર્શ
પર ખુશીઓ મનાવે,
ખુલ્દ શણગારે,
અલી જન્મે, ખુદાના ઘેર અવસર લઈને આવે છે.
એ સૈફુલ્લાહ
છે તો કાતીબુલ ફુજરાય એનો એ,
છે એ એક જ
પરંતુ આખું લશ્કર લઈને આવે છે.
એ મઝહર છે
ખુદાનું તો મદદ એની ખુદા જેવી,
સમય જ્યારે
પડે ત્યારે સમયસર લઈને આવે છે.
અલી છે
દાબ્બતુલ જિન્ના,
કસીમુન્નાર વલ જિન્ના,
અલી, અલ્લાહના જન્નતથી જૌહર લઈને આવે છે.
કરેલા છે
ખુદાએ સર્જનો એની નજર સામે,
બધા ઇલ્મો
સલૂનીનો સુખનવર લઈને આવે છે.
છે કોણ હારુન
જેવા,
મિસ્લે ઈસા,નફસે પયગંબર,
હજારો છે
સવાલો,
એક ઉત્તર લઈને આવે છે.
આ ખોટી
હોંશિયારી મારવાનું છોડ અય મરહબ,
કે તારી મૌત
દુષ્કર,
શેર સફદર લઈને આવે છે.
ખાદિમહુસૈન
"કલીમ" મોમિન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો