بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અય રહેમાન રબ
તું રહમ કર રહમ કર.
કરમની ઘડી છે કરમ કર કરમ કર.
અમે ખલ્ક તારી
તું ખાલીક અમારો,
અમે બંદા તારા
તું માલિક અમારો.
દુઆ સાંભળીને
હર એક દૂર ગમ કર
અય રહેમાન રબ
તું રહમ કર રહમ કર.
મુસીબતના
સાગરમાં નૈયા ફસાઈ,
ફક્ત તુજને
શોભે છે મુશ્કિલ કુશાઈ,
આ આદમમાં યા
રબ ફરીથી તું દમ કર.
અય રહેમાન રબ
તું રહમ કર રહમ કર.
રસૂલે ખુદાનો
તને વાસ્તો છે,
અલી મૂર્તઝાનો
તને વાસ્તો છે.
હર એક
મોમિનોનો સફળ તું જનમ કર,
અય રહેમાન રબ
તું રહમ કર રહમ કર.
હર એક
મુશ્કિલોમાં મદદગાર તું છે,
સહારો છે તારો
ને આધાર તું છે,
જગતથી જુલમ ને
સિતમને ખતમ કર,
અય રહેમાન રબ
તું રહમ કર રહમ કર
તું બંઝર
ધરાને બગીચો બનાવે,
બહારો તું આપે
ને
ફૂલો ખિલાવે,
આ કિસ્મતની
ધરતીને તું લીલીછમ કર.
અય રહેમાન રબ
તું રહમ કર રહમ કર
ખતાવારની તું
ખતા બક્ષનારો,
ગુનેહગારને
તું ક્ષમા આપનારો,
મુરાદો પૂરી
કર અય આકા કરમ કર
અય રહેમાન રબ
તું રહમ કર રહમ કર
"કલીમ"નો અય આકા ભરમ રાખજે તું,
દુઆઓને મૌલા
અસર આપજે તું,
દુઃખી છે આ
જાફર તું નજરે કરમ કર,
અય રહેમાન રબ
તું રહમ કર રહમ કર.
ખાદિમહુસૈન
"કલીમ" મોમિન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો