body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શનિવાર, 16 મે, 2020

રડી પડ્યા

 
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ



મહેરાબ ખૂન ખૂન છે મિમ્બર રડી પડ્યા,
હૈદરનો હાલ જોઈને ખંજર રડી પડ્યા.

આંખોમાં છે હુસૈનના આંસુના સાગરો,
હાલત પિતાની જોઈને શબ્બર રડી પડ્યા.

અબ્બાસ શેર દિલનું કલેજું વ્યથિત થયું,
ચોધાર આંસુઓથી  દિલાવર રડી પડ્યા.

તડપી અઝાન, નૌહા પઢે છે નમાઝ પણ,
મસ્જિદની હર દિવાર ને પથ્થર રડી પડ્યા.

લાવી કયામતો છે સવાર ઓગણીસમી,
કુલસૂમ રોઈ, ઝયનબે મુજતર રડી પડ્યા.

કોહરામ છે અલીની શહાદતથી વિશ્વમાં,
ધરતી, ગગન, ને બાગ સમંદર રડી પડ્યા.

આંસુ વહાવી કબ્રમાં ઝહરા કરે વિલાપ
બેટીનો ગમ નિહાળીને સરવર રડી પડ્યા.

દુનિયાથી છે વિદાય સખાવતના પીરની,
મિસ્કિન ને યતીમના સૌ ઘર રડી પડ્યા.

ભરપૂર ખૂન જોઈને હૈદરના મસ્તકે,
કૂફાની એ સવારના મંઝર રડી પડ્યા.

જીબ્રિલ બોલ્યા હાય રે ગમનાક છે વ્યથા,
શાહે મલક સમેટીને શેહપર, રડી પડ્યા

અલ્લાહ રે નમાઝમાં કેવો સિતમ થયો,
મરકદમાં ગમ કરીને પયમ્બર રડી પડ્યા.

અલહમ્દ ડૂબી ગમમાં, રડે સૂરએ દહર,
લા રૈબ, મંતશા અને  કૌસર રડી પડ્યા.

હું આજ કામિયાબ થયો છું ખુદા કસમ,
"ફુઝતો બે રબ્બે" કહીને એ હૈદર રડી પડ્યા.

કાગળ કલમ ઉદાસ છે બસ કર હવે "કલીમ"
હૈદરના ગમના નૌહામાં અક્ષર રડી પડ્યા.

ખાદિમ હુસૈન "કલીમ" મોમિન.
૧૪-૫-૨૦૨૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો