body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

રવિવાર, 10 મે, 2020

કુલસૂમની

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


ઝયનબે સુગરાની, લખવી છે કથા કુલસૂમની.
દે ખુદા ઇલ્હામ કરવી છે સના કુલસૂમની.

પંજેતનનો પ્રેમ લઈને પરવરીશ પામી સદા,
છે અનોખી દિવ્યતા ને ભવ્યતા કુલસૂમની.

સાકીએ કૌસરના દીકરી, ભાઈ માલિક ખુલ્દના,
ફાતેમા જે ખાતુને જન્નત છે મા કુલસૂમની.

જન્મતા સૌથી પ્રથમ ખોળો રિસાલતનો મળ્યો,
ત્રણ ઇમામોના કદમ પર છે જગા કુલસૂમની.

નામ જેનું બાવઝુ થઈને મલક જીબ્રિલ લે,
મંઝિલત કેવી હશે એ સૈયદા કુલસૂમની.

મેળવે છે જે ફસાહત ને બલાગત બાપથી,
ફાતેમાની છે તહારત ને હયા કુલસૂમની.

ઘરમાં હો ફાકા ને  દરવાજે ફકીર આવી ચઢે,
ને ખુદા પણ લાજ રાખે એ દુઆ કુલસૂમની.

આંસુઓ એના પડે તો મોતીઓ થઈ જાય ને,
માંગનારો એ રીતે  પામે દયા કુલસૂમની.

દીનની ઈજ્જત અને તતહિરની આયત રહી,
ઇન્નમાં ને હલઅતા ને માએદા કુલસૂમની.

હિલ્મ, તકવા ને ઈબાદતમાં ને ઝોહદમાં સદા,
હૂબહૂ ઝહરાના જેવી હર અદા કુલસૂમની.

કુફ્રના કિલ્લા અડીખમ ધ્વસ્ત થઈને રહી ગયા,
શામના દરબારે જ્યાં આવી સદા કુલસૂમની.

આંધળો મૂંગો થઈને થાય શામી દોઝખી,
કે જલાલતમાં પડે જો બદદુઆ કુલસૂમની.

મરહબા કહેતા હતા સૌ એનો ખુતબો સાંભળી,
હૂબહૂ હૈદરના જેવી છે છટા કુલસૂમની.

દીનની કશ્તી હતી તોફાનમાં એવા સમે,
શઢ બની ગઈ નાવની ત્યારે રીદા કુલસૂમની.

કરબલા જઈને કસીદો એમનો પઢશે "કલીમ",
મળશે એને એક દી જોજો રજા કુલસૂમની.

ખાદિમહુસૈન "કલીમ" મોમિન.
૯-૫-૨૦૨૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો