body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

શનિવાર, 9 મે, 2020

પડકાર છે હસન



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


હામી છે હકનો, હકનો તું કિરદાર છે હસન,
બાતિલની સામે હૈદરી પડકાર છે હસન.

હર એક કલમ છે સજદામાં તારી સુલેહ પર,
તું વિશ્વમાં અનોખો  કલમકાર છે હસન.

જે એહમદે કર્યો'તો નૂરાની એ વિશ્વમાં,
તેજસ્વી તું એ દીનનો દિનકાર છે હસન.

તારા કસીદા કેમ ના કુરઆં  પઢયા કરે,
તારી ફઝીલતોના તો અંબાર છે હસન.

સૂકા દરખ્તને તું બનાવી દે લીલુંછમ,
ના કોઈ તારા મોઅજીઝાનો પાર છે હસન.

સુંદર ગુલાબ છે તું રિસાલતના બાગનું,
ધડકન નબીની તું જ ને ધબકાર છે હસન.

ખાકી આ જાત તારું શું વર્ણન કરી શકે?
તું નૂર છે ને નૂરનો ક્યાં પાર છે હસન.

ઈજ્જત ખુદાની આપ ને ઈજ્જત મઆબ છો,
બંને જગતમાં આપનો જયકાર છે હસન.

એના જ સદકે ચાલે છે શાયરની શાયરી,
તારી કલમનો કેટલો આભાર છે હસન.

દિલના રહસ્યો જાણે છે, પુરી કરે દુઆ,
દુખીયાનો છે સહારો ને આધાર છે હસન.

ખેરાત એણે માંગી છે દે જો અય દાનવીર,
શાયર "કલીમ" આપનો લાચાર છે હસન.

"કલીમ" ખાદિમહુસૈન મોમિન- વલેટવા.
૮-૫-૨૦૨૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો