بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
પિતા હસનૈનના, ઝહરાના પતિ, ભાઈ મોહંમદના જિગરદાર અલમદાર અલી
નૂર અલ્લાહનું, અહેમદનું જિગર, ઇલ્મ નગર, હકની ડગર, અદ્લની સરકાર અલી
તે શુજાઅતનો, ફસાહતનો, બલાગતનો, વિલાયતનો, ઇમામતનો, સખાવતનો ધણી
ને મુસીબતમાં હરેક જણનો, ગરીબીમાં ગરીબોનો, યતીમીમાં યતીમોનો મદદગાર અલી
અલી અલ્લાહનો ચહેરો, અલી અલ્લાહનો પડદો છે અલી શાહે નજફ,
શાહે ઝમન
છે બહાદુર સખી વિદ્વાન નિડર પીર વલી નફ્સે નબી સાહિબે
કિરદાર અલી
અલી અવ્વલ અલી ઔસત અલી આખર અલી હર એક ઝમાનામાં ઇમામ
બાર ઇમામોમાં મળે પહેલા અને ચોથા અને આઠમાં દસમાં થઈ કુલ
ચાર અલી
અલી અલ્લાહની રહમતનો છે મઝહર અને અલ્લાહની બેજોડ જલાલતનો
ધણી
રબની નેઅમત છે મોહિબ પર તો મુનાફિક ઉપર અલ્લાહનો ફિટકાર અલી
અલી અક્બર અલી ઔસત અલી અસ્ગર, હતા હર એક અલી શાહના હર એક પિસર
હોત સો પણ જો પિસર એમના, તો રાખતે શબ્બીર બધા નામ લગાતાર અલી
હોઠ પર ઝિક્રે અલી, મદ્હે અલી, શાને અલી, થઈને સદા ફૈઝે અલી જારી રહે
ઝિક્રે હૈદરમાં છે નિકળેલા સુખન મારા પરંતુ છે હકીકતમાં
સુખનકાર અલી
યુદ્ધ મેદાનમાં સન્નાટો છવાયો અને મરહબ પછી કિલ્લામાં
છૂપાયો છે હવે,
તેગ કમ્મરમાં, અલમ હાથમાં લઈ આવે છે ખૈમાંમાંથી ખૈબરમાં ખબરદાર અલી
નૂહે નૌકામાં દીધી, યુસુફે કૂવામાં દીધી, યૂનૂસે દરિયામાં દીધી, એક દુઆ
અલ મદદ યા શહે અબરાર અલી, સાહિબે અમ્માર અલી હૈદરે કર્રાર અલી
આપનું નામ લઈ લઈને બધા ગર્વથી દુનિયાના ખૂણે ખૂણે ઉઠાવે છે
શિખર
એ હિમાલય હો કે અરવલ્લી હો કે નીલગિરી સાતપુડા વિંધ્ય કે
ગિરનાર અલી
છે અલી વજ્હે ખુદા, નૂરે ખુદા, અમ્રે ખુદા, દસ્તે ખુદા, ઐને ખુદા, નફ્સે ખુદા
હાલતા ચાલતા પૃથ્વીની સપાટી ઉપર આપે છે ખુદાવંદના દીદાર અલી
જોઈ લો મીર ખલીક મીર અનીસ મીર મુનિસ મિર્ઝા દબીર મીર તકી
મીર ફસીહ
મરસિયાખ્વાન બન્યા આપના બેટાની મોહબ્બતમાં તમારા આ ગઝલકાર
અલી
શામીઓ જીતના ડંકાઓ વગાડે છે અને જીતના ફાંકામાં રહે જાણ્યા
વગર
બળતા ખૈમાઓના પડદાઓની પાછળ હજુ શબ્બીરનો એક જીવે છે બીમાર
અલી
કદી મેઅરાજમાં દેખાય ટહેલતા, કદી ધરતી ઉપર ઊંઘ્યા થઈ માટીના પિતા
અર્શની ટોચથી લઈ પૃથ્વીના પાતાળ સુધી આપનો દેખાય છે વિસ્તાર
અલી
કદ્ર કીધી નહીં જેણે, જે અદાવતમાં રહ્યો છે, જે કદી શું છે અલી જાણ્યો નથી
આપના માટે ખુદા એવા મુનાફિકને કરે પોતાની રહેમતથી તળી-પાર
અલી
આપની જાન ઉપર, માલ ઉપર, ચાલ ઉપર, હાલ ઉપર, આલ પરિવાર ઉપર
મારી હો જાન ફિદા, માલ ફિદા, ચાલ ફિદા, હાલ ફિદા, આલ પરિવાર અલી
એના દરવાજે ઉભેલા છે બધા નબીઓ અને વલીઓ અને વસીઓ અને જિન્નો,
મલક
ને ચલાવે છે રિસાલતનો, વિલાયતનો, વિસાયતનો ઇમામતનો આ સંસાર અલી
એણે ધરતીને બિછાવી, અને અંબરને ઉઠાવ્યું, અને જારી કર્યા ઝરણાં ને નદી
કર્યું નસ્નાસનું જિન્નાતનું સર્જન અને ખુદ આદમે ખાકીને છે
ઘડનાર અલી.
એને 'કુન'ની શુ જરૂરત એને કહેવું ન પડે 'થા' બસ ઇરાદો કરે થઈ જાય બધું,
સલ્તનત આપને અલ્લાહે દીધી એવી કે જેની ન કોઈ હદ છે ન
વિસ્તાર અલી.
એને અલ્હમ્દની તફ્સીર કહો, ઇઝ્ઝતે તક્બીર કહો, સાહિબે તન્વીર કહો
કહો પીરાને તરીકત, કહો સરકારે શરીઅત, કહો અલ્લાહનો ઇઝ્હાર અલી
આપના શત્રુના ષડયંત્રો થશે ખાક,
અને આપના શીઆ બધા દિલશાદ થશે
રસૂલલ્લાહે કહ્યું છે કે જહન્નમ અને જન્નતના છે મહેશરમાં
વહેંચનાર અલી
થશે દુનિયામાં પરિવાર ને ઓલાદથી,
મહેશરમાં થશે જન્નતે આ'લાથી ફકીર
ઝુલ્ફિકારે અબદી લઈને કરે આખી ખુદાઈમાં જે ખિલ્કતની ઉપર વાર
અલી
વીંટી સાઇલને અતા કીધી તો મુસહફમાં ખુદાવંદે તઆલાએ ઉતારી
આયત
યાને ભાવી ગયો અલ્લાહને, અલ્લાહ કસમ! આપનો આ નેકીનો વ્યવહાર અલી
કરબલા સાંભળી તો જાણ્યું કે પ્રત્યેકનો પ્રત્યેક અમલ એક સદા
દેતો હતો
સિંહની લલકાર ને મઝ્લૂમની તલવાર ને બીમારની ઝંજીરનો ઝણકાર
અલી
અલી ઉપર, અલી નીચે, અલી આગળ, અલી પાછળ, અલી જમણે ડાબે.
અર્શની ટોચ ઉપર, કાબાની અંદર, અને હર જીવના અંદર છે અને બ્હાર અલી
કઈ હિંમત કઈ તાકત, કઈ જુર્અતથી, કયા જોરથી, કોનામાં છે દમ, ત્યાં એ ચઢે!
એક આપ જ છો ફકત સાહિબે મેઅરાજના બન્નેવ ખભે શાનથી ચઢનાર અલી
દાબતુલ અર્ઝના મિસ્દાક બની કબ્રથી બાહર જો નિકળશે તો બધા
જાણી જશે
હુજજતુલ્લાહ છે કાએમ છે, મોહંમદ છે ને પાછા છે આ દુનિયા મહીં ફરનાર અલી
બોલી મહેફિલની આ રંગત આ ઘટા ઉઠતી આ ચોમેરથી હૈદરના
મોહિબ્બોની સદા
વાદળો આવી ચઢ્યા આજે નજફથી અને બાદરપુરે વરસે છે મુશળધાર
અલી
એક "કલીમ" એક "અતા",
આપના ઝાકિર હતા, પણ એમાં ઉમેરાયા "અલિફ" સાથે "અકીબ"
આપનો ફઝ્લ છે, મહેનત છે મુજાહિદની કે આજે અમે બે માંથી થયા ચાર અલી
ચારેય બંદા છે અલી આપના ચાહે તે "કલીમ" હોય
"અતા" હોય "અલિફ" હો કે "અકીબ"
રબની સામે એ કયામતમાં ફકત રહેશે તમારી જ શફાઅતના તલબગાર અલી