بِسْمِ
اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અહમદના
નવાસાની, ઝહરાના દુલારાની,
દુઃખ ભરી કથા
છે કરબલાની.
મઝલૂમ બેખતાની,ફરજંદે મૂર્તઝાની,
દુઃખ ભરી કથા
છે કરબલાની.
1....
જેના દરે
કુરઆન ઉતારે છે કિબ્રિયા
આવે સલામ
કરવાને જેને મલાએકા,
જે ઘર ઉપર તો
નાઝ કરે છે ખુદ અંબિયા,
જેની હજુરી
કરતા બને છે સૌ ઔલીયા,
એ નૂરે
કિબ્રિયાની,એ ફખરે ઔસીયાની,
દુઃખ ભરી કથા
છે કરબલાની.
2.....
લઈને જે
ખાનદાન મદીનાથી નિકળ્યો
મક્કામાં હજનો
એણે ઈરાદો કર્યો હતો
વારીસ એ ઘરનો
હજને અદા ના કરી શક્યો
એ કાફલો
હુસૈનનો કરબોબલા વળ્યો,
એ શાહે
હલઅતાની,
એ શાહે કુલકફાની
દુઃખ ભરી કથા
છે કરબલાની.
3......
નીકળ્યો હતો એ
નાનાની ઉંમત સુધારવા
મરજીમાં રબની
એણે વસાવી'તી કરબલા
બસ એક ચાહ
વાયદો રબનો કરું વફા
ઇસ્લામ રહે
થાય ભલે જિંદગી ફિદા.
એ મરદે
બાવફાની,
એ સબ્રના ખુદાની,
દુઃખ ભરી કથા
છે કરબલાની.
4....
ખયમાથી પ્યાસ પ્યાસની
આવી પૂકાર તો,
અબ્બાસ મશ્ક
લઈને જો દરિયા તરફ ગયો
વીંધાઇ મશ્ક
વાયદો પૂરો ન થઈ શક્યો,
ગાઝી થયો શહીદ
રે કેવો સિતમ થયો,
સક્કાએ
સકીનાની,અબ્બાસે બાવફાની
દુઃખ ભરી કથા
છે કરબલાની
5...
દીને ખુદાને
માટે યુવાની ફિદા કરી
હક પર થયો
નિસાર ન પરવા જરા કરી
ઇસ્લામ માટે
જીવથી વ્હાલી કઝા કરી
થઈ ગ્યો શહીદ
તનથી જીગરને જુદા કરી
હમશકલે
મુસ્તફાની,લયલાના લાડલાની...
દુઃખ ભરી કથા
છે કરબલાની..
6
કાસિમ જે તારા
ભાઈ હસનનો હતો એ લાલ
બોલ્યો કે
આવશે ન કદી દીનને જવાલ
થઈને શહીદ એણે
બતાવી દીધો કમાલ
લાશ એની
દુશ્મનોએ કરી દીધી પાયમાલ
ફરજંદે
મુજતબાની,એ શૌહરે કુબરાની
દુઃખ ભરી કથા
છે કરબલાની..
7
અસ્ગરને લઈને
શાહે હુદા રણમાં જો ગયા
પાણી પીલાવો
બાળને એની છે શું ખતા
અફસોસ કે ખાધી
ન જરા એના પર દયા
પાણીને બદલે
તીર મળ્યું પામી છે કઝા
છ માહના
દીકરાની,બેશીર બેખતાની,
દુઃખ ભરી કથા
છે કરબલાની.
8
શબ્બીર ક્ત્લ
થઈ ગયા કેવો સિતમ થયો
ખયમા બળી ગયા
ને લૂંટાયો છે કાફલો
ચાદર રહી ન
માથે ગજબ કેવો થઈ ગયો
જાલિમ સિતમના કોરડા વરસાવતો રહ્યો
બીમારે
કરબલાની,એ કેદ કાફલાની.
દુઃખ ભરી કથા
છે કરબલાની.
9
'ખાદિમ-કલીમ' હઝરતે શબ્બીર પર રડો
ઝૈનબની બેકસી
અને ચાદર ઉપર રડો
લૂંટાઈ ગયું
ફાતેમા ઝહરાનું ઘર રડો
માતમ કરી ને
નૌહા પઢી ઉમ્રભર રડો
જુલ્મો સિતમ
જફાની,અલ્લાહથી વફાની
દુઃખ ભરી કથા
છે કરબલાની.
.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો