بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
એક કરબલા
સજાવે,
એક કરબલા વસાવે...શબ્બીર અને ઝૈનબ
એક દીને મુસ્તુફાના ખાતર ગળું કપાવે,
એક દીને મુસ્તુફાના ખાતર રિદા લૂંટાવે
ઇસ્લામને આ બંને એક સરખા કામ આવે
શબ્બીર અને
ઝૈનબ....(2)
એકે ખુદાના
રસ્તે અકબર દીધા ને અસ્ગર.
એક ઔન એક
મોહંમદ વાર્યા છે દીને હક પર.
અય દીન તારા
માટે,
શું શું મતા લૂંટાવે.
શબ્બીર અને ઝૈનબ...(2)
શૂરવીર એક દીકરો, એક બાપની છે ઝીનત
એક પાસે સબ્ર હિંમત
એક રાખે છે શુજાઅત
બંને અલીના વારિસ રુત્બા અલગ ધરાવે
શબ્બીર અને
ઝૈનબ...(2)
ઝહરાની એક
સીરત કિરદાર ફાતમી છે
હૈદરનો એક
પ્યારો શબ્બીર હાશમી છે
દીને ખુદાનું
બંને કિસ્મત અમર બનાવે
શબ્બીર અને ઝૈનબ...(2)
સરને કપાવી ભાઈ નેઝે પઢે છે આયત
ખુત્બા પઢીને ઝૈનબ હકની કરે હિદાયત
અલ્લાહ ને નબીથી બંને વફા નિભાવે
શબ્બીર અને ઝૈનબ...(2)
ભાઈ કુરાન
નાતિક તફસીર એની ઝૈનબ
બંને ખુદાથી
રાજી બંનેથી રાજી છે રબ
ઇસ્લામ માટે
બંને હર એક સિતમ ઉઠાવે
શબ્બીર અને
ઝૈનબ...(2)
એક તેગ સબ્રની લઈ હકનો બને છે પાલક
ચાદરની ધારથી એક કાપે સિતમનું મસ્તક
સંસારથી આ બંને બાતિલનું જગ મિટાવે
શબ્બીર અને ઝૈનબ...(2)
એક પ્યાસો
કત્લ થઈને હકને કરે ઉજાગર
એક બેરિદા
થઈને પહોંચાડે દીન ઘર ઘર
નાનાના દીને
હકને દુનિયાને ઓળખાવે
શબ્બીર અને
ઝૈનબ...(2)
પૂછ્યું જો દીને હકને આધાર કોણ તારો ?
દુ:ખમાં મુસીબતોમાં કોનો હતો સહારો
ઇસ્લામના લબો પર એક જ પૂકાર આવે
શબ્બીર અને
ઝૈનબ...(2)
એકે ઉઠાવી
લાશો,
શુક્રે ખુદા બજાવ્યો
એકે સળગતા
ખૈમાથી ભત્રીજો બચાવ્યો
બંને બની
સહારો,
ઇસ્લામને ચલાવે
શબ્બીર અને
ઝૈનબ...(2)
એક વાયદો નિભાવે હક પર ફિદા થઈને
ભાઈના બાદ ઝૈનબ સાલાર થઈ જઈને
શમ્મા એ દીને હકની હર એક કદમ જલાવે
શબ્બીર અને ઝૈનબ....(2)
નૌહા ને
મરસિયાની બંનેની જે સફર છે
ભાઈ બહેનની
નજરો 'ખાદિમ કલીમ' પર છે
એક પાસે એ
લખાવી એક પાસે એ પઢાવે.
શબ્બીર અને
ઝૈનબ...(2)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો