body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 24 જુલાઈ, 2025

હું અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી છું

 

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


જ્યારે ફેલાઈ ગયો શામમાં ખોટો આ પ્રચાર

બાગીઓ સામે વિજય પામી ગયા છે કુફ્ફાર

શામીઓ આલે મોહંમદને જો સમજ્યા લાચાર

આવ્યો શબ્બીરના સજ્જાદને ખુત્બાનો વિચાર

 

શામીઓ સાંભળો સજ્જાદની યલગાર

હું અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી છું.

થરથરી ઉઠ્ઠી સુણી શામની સરકાર

હું અલી ઈબ્ને હુસૈન ઈબ્ને અલી છું.

 

આવી દરબારમાં માગે છે રજા ખુત્બાની

સમજ્યો ઝાલિમ કે સુણે કોણ કોઈ માંદાની

જા તને આપી ઇજાઝત અમે આ જુમ્આની

ને પછી આવી ગઈ જ્યારે ઘડી મૌકાની

એક પોકારથી ગૂંજી ઉઠ્યો દરબાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

 

વારિસે ઇબ્ને અલી આવી ગયો મિમ્બર પર

છે છટા એ જ અદા, બોલે કે જાણે હૈદર

છે અજબ રોબ જલાલત ને અજબ છે તેવર

દિલ ઉપર કુફ્રના જાણે કે ફરે છે ખંજર

બોલ્યા સજ્જાદ મને સમજો ન બીમાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

અમને અલ્લાહે અજબ સાત ફઝીલત આપી

ઇલ્મ ને હિલ્મ મળ્યું શાન ને શૌકત આપી

કે શુજાઅત ને ફસાહત ને મોહબ્બત આપી

કે રિસાલત છે અમારાથી, ઇમામત આપી

સૌમાં અફઝલ છે સદા મારો પરિવાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

છે નબી અહમદે મુખ્તાર અમારામાંથી

શેરે રબ હૈદરે કર્રાર અમારામાંથી

નીકળ્યા જાફરે તૈયાર અમારામાંથી

બેઉ જન્નતના છે સરદાર અમારામાંથી

જે નથી જાણતો થઈ જાય ખબરદાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

ફખ્ર છે મુજને હું મક્કા ને મિનાનો છું પિસર

ઓળખો મુજને હું ઝમઝમ ને સફાનો છું પિસર

અય્યોહન્નાસ હું મહેબૂબે ખુદાનો છું પિસર

હું જ સિદ્રા અને તૂબાની ઘટાનો છું પિસર

મારા નાના છે ખુદાવંદની સરકાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

એનો બેટો છું કે લોહીથી જે રંગીન થયા

દીન જેનાથી બચ્યો છે, અને ખુદ દીન થયા

જેમના ગમમાં બધા પક્ષીઓ ગમગીન થયા

અને જિન્નાત પણ અંધારામાં તલ્લીન થયા

બાપ મારા તો શહીદોના છે સરદાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

મારા દાદાએ આ ખિલ્કતને પઢાવ્યો કલમો

જંગમાં જેમણે ઇસ્લામનો ગાડ્યો ઝંડો

જેમણે બદ્ર ને ઓહદમાં બતાવ્યો જલવો

પાકો પાકીઝા અરબમાંથી છે જેનો શજરો

કુફ્ર અલ્લાહનું કીધું નથી પળવાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

એનો દીકરો છું હું જેને વલીયુલ્લાહ કહો

યાસૂબુદ્દીન કહો, જેને યદુલ્લાહ કહો

આખી કોનૈનના જેઓને શહેનશાહ કહો

આલે યાસીન ને કલ્બે રસૂલલ્લાહ કહો

જેણે ખૈબરના ઉખેડયા છે બધા દ્વાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

એનો દીકરો છું, જે ઉમદા છે ને ગૌરવશાળી

જે બહાદુર છે ને મક્કાના છે જે રહેવાસી

જે છે અલ્લાહથી, જેનાથી છે અલ્લાહ રાજી

જંગમાં કોઈને પણ પીઠ નથી દેખાડી

ગૈર ફર્રારનો દીકરો છું હું હુશ્યાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

મક્કી, મદની,ઓહદી, ખૈબરી, જેને કહીએ

બદ્રી,ખૈફી, અકબી, અબ્તહી, જેને કહીએ

સખી, નિર્ભય, શજરી, હાશમી, જેને કહીએ

અરબી, સિંહ, રઝી, સૈયદી, જેને કહીએ

એ અલી નામ ધરાવું છું સિતમગાર!

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

સાંભળો! ફાતેમા ઝહરાનો પિસર છું લોકો!

સઘળી સ્ત્રીઓની મલિકાનો પિસર છું લોકો!

વારિસે ખાનએ કાબાનો પિસર છું લોકો!

હું કરીમ ઇબ્ને કરીમાનો પિસર છું લોકો!

નામ ઝહરાનું સુણી થરથર્યા કુફ્ફાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું.

 

નામ ઝહરાનું જો આવ્યું તો સહન થઈ ન શક્યું

આપ અઝાન આપ મોઅઝ્ઝિનને યઝીદે કીધું

નામ બાગીએ જેવું અલ્લાહો અકબર લીધું

વાક્ય શબ્બીરના દીકરાએ પછી દોહરાવ્યું

હા કરું છું હું આ તૌહીદનો ઇઝ્હાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું

 

લાઇલાહા જો સુણ્યું એની ગવાહી આપી

અશ્હદુ અન્ન મોહંમદ રસુલુલ્લાહ સુણી

બોલ્યા સજ્જાદ, કે બેશક આ મોહંમદ છે નબી

નાના મારા છે કે તારા, તું કહી દે જલ્દી

તું કરી શકશે ન આ વાતનો ઇન્કાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું

 

મારા બાબાને કર્યા ઝુલ્મથી શા માટે શહીદ?

તે છતાં સમજી રહ્યો છે તું આ અવસરને ઈદ!

શું ન'તી હકકે કરી ઉલ્ફતે શેહની તાકીદ?

થાય તારા ઉપર અલ્લાહની લાનત અય યઝીદ!

તને દોઝખના હું આપું છું સમાચાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું

 

આખી દુનિયાએ ઇમામતની ફસાહત જોઈ

કુફ્ર પર કેવી છે ઈમાનની તાકત જોઈ

એક બીમારની દરબારમાં હૈબત જોઈ

કોઈ ભૂલી ન શક્યું એવી જલાલત જોઈ

આજ પણ ગૂંજે છે હુજ્જતની આ પોકાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું

 

અય "અલિફ" હર ઘડી હુજ્જતની મોહબ્બતમાં રહો

અય "કલીમ" આબિદે બીમારની તબિયતમાં રહો

કહો "ખાદિમ"ને કે સજ્જાદની ખિદમતમાં રહો

શાહનો ઝિક્ર કરી, શાહની જન્નતમાં રહો

કબ્રમાં હશ્રમાં આપીશ હું દીદાર

હું અલી ઇબ્ને હુસૈન ઇબ્ને અલી છું

 

 

 

 

લકબ

વલીયુલ્લાહ - અલ્લાહના વલી

યાસૂબુદ્દીન- મધમાખીઑની રાણી માટે વપરાય છે શબ્દ, મધમાખીની રાણી જ્યાં પણ હોય આખા મધપૂડાની માખીઓ ત્યાં જઈને મધપૂડો બનાવી નાખે અલી (અ.) મોમિનના યા'સૂબ છે જ્યાં પણ અલી (અ.) હશે ને, આખી દુનિયાના મોમિનો ત્યાં આવી જશે.

યદુલ્લાહ - અલ્લાહનો હાથ

મક્કી- મક્કાનાનો રહેવાસી

મદની- મદીનાનો રહેવાસી

ઓહદી- ઓહદવાળા

ખૈબરી- ખૈબરવાળા

બદ્રી- બદ્રવાળા

ખૈફી- જગ્યા છે અક્બા, ઓહદ,બદ્ર આ દરેક જગ્યા છે જે ઇસ્લામ સાથે સંકલાયેલી છે એ બધાવાળા અલી છે

શજરી- પાક શજરાવાળા,

રઝી- જે અલ્લાહથી રાજી હોય

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો