body { user-select: none !important; -moz-user-select: -moz-none !important; -webkit-user-select: none !important; -ms-user-select: none !important; } .post-body blockquote, .post-body pre, .post-body code { user-select: text !important; -webkit-user-select: text !important; -ms-user-select: text !important; -moz-user-select: text !important; }

ગુરુવાર, 24 જુલાઈ, 2025

હુર બનીને આવો તો

 

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

 

એ બનાવે છે કિસ્મત હુર બનીને આવો તો

આપે કરબલા દાવત હુર બનીને આવો તો

 

મૂલ્ય એના ક્યાં મોંઘા? બસ હુસૈની થઈ જાઓ,

ખૂબ સસ્તી છે જન્નત હુર બનીને આવો તો.

 

લેવા ખુદ હુસૈન આવે સામે ચાલીને તમને

એવી દિલમાં છે ચાહત? હુર બનીને આવો તો

 

દુનિયામાં સફળતા છે, કામિયાબ આખેરત

બેવ જગમાં છે રાહત હુર બનીને આવો તો

 

આવશે કઝા વકતે ખોળે માથું લઈ લેશે,

એવી દે હુસૈન ઈજ્જત, હુર બનીને આવો તો

 

છોડી દઈને ઈચ્છાઓ ચાલો રાહે હક પર જો,

ગાઝી ખુદ કરે સ્વાગત હુર બનીને આવો તો.

 

જામ કૌસરી લઈને આવે ખુદ હુસૈન અબ્બાસ

મોત પણ મળે ઉન્નત હુર બનીને આવો તો.

 

અંબિયા પણ આવીને પૂછશે ખબર અંતર

ઝંખે આપની  સોબત હુર બનીને આવો તો

 

જે વીતી ગયું એની કોઈ ના ફિકર કરજે,

છે હજીય છે મોહલત હુર બનીને આવો તો

 

રાજી થાય સરવર તો પામી લો રઝા રબની

ના રહે કોઈ હાજત હુર બનીને આવો તો

 

ફાતમી અમામાને મસ્તકે સજાવે શેહ,

એ રીતે મળે અઝમત હુર બનીને આવો તો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો